બંદૂકની ગોળી સામે મોબાઈલ બન્યો ઢાલ, આવી રીતે બચ્યો સૈનિકનો જીવ; જુઓ VIRAL VIDEO
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સ્માર્ટફોને સૈનિકની ઢાલ બનીને બંદૂકની ગોળી ખાધી અને તેણો જીવ બચાવ્યો હતો. રિપોર્ટ્સનું માનીએ તો આ વીડિયો યુક્રેનનો છે, જેમાં ત્યાં ચાલી રહેલા યુદ્ધનું દ્રશ્ય દેખાય છે.
Smartphone Saves Soldier Life from Bullet: આજકાલ સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, આવો જ એક વીડિયો હાલ સામે આવી રહ્યો છે. પહેલી નજરે વીડિયો જોઈને કોઈને પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે એક મોબાઈલે સૈનિકનો જીવ બચાવ્યો છે. બંદૂકની ગોળીની આગળ મોબાઈલ ઢાલ બની ગયો હતો, જેના કારણે સૈનિકનો જીવ બચી ગયો. સાંભળીને નવાઈ લાગીને પરંતુ આ હકીકત છે.
સ્માર્ટફોન બન્યો સૈનિકની ઢાલ, બચાવ્યો જીવ
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સ્માર્ટફોને સૈનિકની ઢાલ બનીને બંદૂકની ગોળી ખાધી અને તેણો જીવ બચાવ્યો હતો. રિપોર્ટ્સનું માનીએ તો આ વીડિયો યુક્રેનનો છે, જેમાં ત્યાં ચાલી રહેલા યુદ્ધનું દ્રશ્ય દેખાય છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સૈનિક પોતાના સાથી સાથે વાત કરી રહ્યો છે અને તેણો પોતાનો સ્માર્ટફોન દેખાડી રહ્યો છે. આ સ્માર્ટફોનમાં બંદૂકની ગોળી દેખાઈ રહી છે. સૈનિકનું કહેવું છે કે આ ફોને તેનો જીવ બચાવ્યો છે.
વાયરલ થઈ રહ્યો છે વીડિયો
જો તમે વિચારી રહ્યા છો કે આ વીડિયોમાં શું શું દેખાડવામાં આવ્યું છે તો અમે તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં તમે પણ જોઈ શકો છો કે સૈનિક પોતાના ખિસ્સામાંથી પોતાના સાથી મિત્રને તે ફોન દેખાડી રહ્યો છે, જેમાં ગોળી વાગેલી છે. આ સ્માર્ટફોનમાં 7.62mm ની બુલેટ ફસાયેલી જોવા મળે છે. વીડિયોમાં પાછળ ગોળીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે, જેનાથી એ ખબર પડે છે કે ત્યાં યુદ્ધ ચાલું છે. પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ સ્માર્ટફોન કંઈ કંપનીનો છે.
તમને જણાવી દઈએ કે આવું પહેલી વખત બન્યું નથી કે સ્માર્ટફોનને કોઈનો જીવ બચાવ્યો હોય. પહેલા પણ એવી ઘણી ઘટનાઓ બની ચૂકી છે જેમાં ફોનના કારણે લોકોનો જીવ બચ્યો હોય.