Snake in Plane: ફ્લોરિડાના ટામ્પા શહેરથી ન્યૂજર્સી માટે ઉડાણ ભરનારી એક ફ્લાઈટમાં અચાનક સાપ જોવા મળતા હાહાકાર મચી ગયો. તેને જોતા જ મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ સોમવારે એક વિમાનમાં અચાનક સાપ જોવા મળ્યો જેના કારણે દહેશતનો માહોલ સર્જાયો. નેવાર્કના લિબર્ટી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાપ પકડવા માટે કેટલાક લોકોને બોલાવવામાં આવ્યા ત્યારબાદ તેને પકડીને બહાર કાઢવામાં આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાર્ટર સ્નેક હતો
ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી પોર્ટ ઓથોરિટીએ એક નિવેદનમાં કહ્યું કે એરપોર્ટના વન્યજીવ સંચાલન કર્મચારી અને પોર્ટ ઓથોરિટી પોલીસ વિભાગના અધિકારીઓએ ગેટ પર યુનાઈટેડ ફ્લાઈટ 2038ને ચેક કરી અને 'ગાર્ટર સ્નેક' ને પકડ્યો અને તેને જંગલમાં છોડી મૂકાયો. નિવેદનમાં આગળ કહેવાયું છે કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી અને સંચાલન પણ પ્રભાવિત થયું નથી. 


એમ પણ કહેવાયું છે કે મુસાફરોએ સાપને જોતા જ ક્રૂ સભ્યોને જાણ કરી અને ત્યારબાદ એરલાઈને સ્થિતિનું ધ્યાન રાખવા માટે અધિકારીઓને બોલાવ્યા હતા. 


આકાશમાં ઉડતું હતું વિમાન
બીજી બાજુ વોશિંગ્ટન ટાઈમ્સે ન્યૂઝ 12 ન્યૂ જર્સીના સ્થાનિક મીડિયાનો હવાલો આપતા કહ્યું કે વિમાન લેન્ડિંગ બાદ ટેક્સી કરી રહ્યું હતું ત્યારે બિઝનેસ ક્લાસમાંના મુસાફરોએ અચાનક એક સાપ જોયો. સાપને જોતા જ બૂમો પાડવાની શરૂ કરી દીધી. ન્યૂયોર્ક પોસ્ટે સિમ્પલ ફ્લાઈંગનો હવાલો આપતા કહ્યું કે સાપને હટાવી દીધા બાદ મુસાફરોને તેમના સામાન સાથે ઉતારવામાં આવ્યા અને વિમાનમાં પૂરેપૂરી તલાશી લેવામાં આવી. આ સિવાય બીજો કોઈ સાપ મળ્યો નહીં. 


આ Video પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube