ખતરનાક બરફવર્ષામાં જામી ગયાં જાનવરો, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
અહીં થયેલી હિમવર્ષામાં જાનવરો પણ બરફમાં જામી ગયા. તમને જાણીને આશ્ચર્ય થશે પણ અહીં હાલ જે સ્થિતિ છે તેમાં જીવન ટકાવી રાખવું ખુબ જ અઘરું છે. જીવલેણ હિમવર્ષાની એવી તસવીરો સામે આવી છે જે તમે ચોંકાવી દેશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ જ્યાં જુઓ ત્યાં ઠંડીનો મારો જોવા મળી રહ્યો છે. ઘણા બધા સ્થળ પર બરફવર્ષા થઈ રહી છે. ત્યારે હાલ કઝાકિસ્તાનમાં એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને લોકોને નવાઈ લાગી રહી છે. આ દ્રશ્યો કઝાકિસ્તાનના છે. જ્યાં બરફવર્ષા થતાં જાનવરો જામી ગયા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે, બરફવર્ષામાં જામી ગયેલાં જાનવરોનો વીડિયો તમને વિચલિત કરી શકે છે.
Immunity Booster ગણાતું ગીલોય પણ તમારા માટે બની શકે છે ઘાતક, જલદી જાણી લો નહીં તો પસ્તાશો
વિશ્વના અનેક દેશોમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે. એક તરફ લોકો બરફવર્ષાની મજા માણે છે ત્યાં બીજી તરફ આ બરફવર્ષા અનેક મુશ્કેલીઓ વર્ષાવી રહી છે. ભારે બરફવર્ષાથી જીનજીવન પર અસર પડી છે સાથે જાનવરોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં કઝાકિસ્તાનનો એક એવો જ વીડિયો સામે આવ્યો છે. કઝાકિસ્તાનમાં તાપમાન -51 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અને તેના જ કારણે જાનવરો બરફમાં જામી ગયા છે. આ દ્રશ્યો જોઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. જાનવરોની આવી હાલત જોઈને લોકોને ચિંતા થઈ રહી છે.
કોઈ તમને આળસુ કહે તો ખીજાશો નહીં, આળસુ હોવાના પણ હોય છે આવા અનેક ફાયદાઓ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube