મોંઘા સેનિટાઈઝર પાછળ ન દોડો...કોરોના વાઈરસ સામે લડવામાં આ વસ્તુ છે એકદમ કારગર
જ્યારથી દેશમાં કોરોના વાઈરસના કેસો સામે આવવા માંડ્યા છે કે દરેક જણ સ્ટોરમાં સેનિટાઈઝર લેવા માટે પડાપડી કરી રહ્યું છે. જે પ્રકારે દિલ્હી સહિત સમગ્ર ભારતમાં સેનિટાઈઝરની માંગ વધી છે અને ભાવ બમણા થયા છે તે જોઈને લાગે છે કે કોરોના વાઈરસથી જાણે બચવા માટે આ એક જ સહારો છે.
નવી દિલ્હી: જ્યારથી દેશમાં કોરોના વાઈરસના કેસો સામે આવવા માંડ્યા છે કે દરેક જણ સ્ટોરમાં સેનિટાઈઝર લેવા માટે પડાપડી કરી રહ્યું છે. જે પ્રકારે દિલ્હી સહિત સમગ્ર ભારતમાં સેનિટાઈઝરની માંગ વધી છે અને ભાવ બમણા થયા છે તે જોઈને લાગે છે કે કોરોના વાઈરસથી જાણે બચવા માટે આ એક જ સહારો છે. પરંતુ અહીં તમને જણાવીએ કે કોરોના વાઈરસના ચેપથી બચવામાં મોંઘા સેનિટાઈઝર કરતા વધુ તો સાબુ સારા છે. તમને આ સાંભળીને થોડી નવાઈ લાગશે પરંતુ આ જ સત્ય છે. આવો તમને તેના કારણ જણાવીએ.
જો તમારા ઘરમાં લસણ ખવાતુ હોય તો સાવધાન...આ સમાચાર ખાસ જાણો નહીં તો પસ્તાશો
રૂટગ્રસ યુનિવર્સિટીના જાણીતા પ્રોફેસર ડોનાલ્ડ શોફનરનું કહેવું છે કે સાબુ હાથમાં રહેલા તમામ પ્રકારના વાઈરસને હથેળીમાંથી બહાર કાઢી નાખે છે. ઘણું ખરૂ તો સાબુ હાથમાં રહેતા કીટાણુઓને મારી જ નાખે છે. આથી હાથમાંથી ચેપને હટાવવા માટે સૌથી જૂની રીતને જ સારી રીતે સમજીએ. પ્રો. ડોનાલ્ડે કહ્યું કે સેનિટાઈઝર તમારા હાથમા રહેલા તમામ વાઈરસને મારવા માટે સમર્થ નથી. આથી હાથમાં રહેલા નોરોવાઈરસ અને સાર્સ જેવા વાઈરસને તે મારી શકતા નથી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube