કોણ છે આ દાદા!....જે મલાઈકાના રૂમમાં તો દીપિકાના રસોડામાં ઘૂસી ગયા, Social Media માં મચી છે ધૂમ
ઠંડીથી ઠૂંઠવાતા દાદાએ તો જબરો ઉપાડો લીધો.. જો બાઈડનની શપથવિધિથી નીકળી ક્યાના ક્યા પહોંચી ગયા દાદા. દુનિયાભરમાં આ દાદાએ મચાવી દીધી છે ધૂમ.
વિરલ પટેલ, અમદાવાદઃ એક તસવીરે સોશિયલ મીડિયામાં સૌથી વધારે ધૂમ મચાવી છે. આ તસવીર છે ઠંડીથી ઠુઠવાતા એક દાદાની...તસવીર જોઈને યાદ કરો તમે આ દાદાને ક્યા જોયા છે? જોકે, આ સવાલનો જવાબ જરા અઘરો છે...કારણકે, આ દાદા હાલ કોઈપણ ટિકિટ કે હવાઈ મુસાફરી વિના કોઈના પણ ઘરે, રૂમમાં કે રસોડામાં પહોંચી જાય છે. આ દાદા ક્યારેક દીપિકા પાદુકોણના રસોડામાં તો ક્યારેક મલાઈકા અરોરાના રૂમમાં પહોંચી જાય છે. એટલું જ નહીં આ દાદા ફિલ્મની શૂટિંગના સેટ પર અચાનક આવી ટપકે છે. આ દાદા પ્રિયંકા અને રાજકુમાર રાવની સાથે બેસેલા પણ જોવા મળ્યાં. જાણીને ચોંકી ગયા...વિશ્વાસ ન થતો હોય તો પહેલાં આ તસવીરો પર નજર કરો....આ દાદાનું નામ છે બર્ની સેન્ડર્સ.બર્ની સેન્ડર્સ વિશે જાણીએ તેના પહેલા એના આ મીમ્સ જોઈ લઈએ...
રસોડે મે કોણ થા?
દીપિકા: રસોડે મે બર્ની સેન્ડર્સ થા.
દીપિકા પાદુકોણ કોઈ રસોઈ બનાવી રહી હતી અને તેની પાસે એક દાદા બેસી ગયા હતા જેમને ખૂબ ઠંડી લાગે છે જેથી તેઓએ જેકેટ, હાથમાં ગ્લોવ્ઝ, માસ્ક પહેરેલું છે. તેમને બહુ ઠંડી લાગતી હોય હોવાથી હાથમાં હાથ ચડાવી રાખ્યા છે.દીપિકા જાણે રસોઈની કોઈ ખાસ ચર્ચા કરતી હોય તેવું ફોટામાં લાગે છે. દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયામાં પોતાની બર્ની સેન્ડર્સ સાથે એડિટ કરેલી તસ્વીર શેર કરી અને દીપિકાએ લખ્યું- કેપ્શન ધીસ અને તેને ઈમોજી શેર કર્યુ હતું.
મલાઈકાને તાકી તાકીને જોઈ રહ્યા છે દાદા
મલાઈકા અરોરા તેની બાલ્કનીમાં બેસી છે પરંતું તેની સામે બર્ની સેન્ડર્સ દાદા તેના રૂમમાં આવીને બેસી ગયા છે અને તેને જોઈ રહ્યા છે. મલાઈકા અરોરાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામમાં આ ફની મીમ સાથેની તસ્વીર શેર કરી. મલાઈકાએ પણ લખ્યું- NEED A CAPTION
તબ્બુને હટાવી બર્ની દાદા ક્યા બેસી ગયા!...
સોશિયલ મીડિયામાં એક ફની ઈમેજીસ લોકો શેર કરી રહ્યા છે. 'હમ સાથ સાથ હૈ' ફિલ્મની ટાઈટલ ઈમેજ છે. તસ્વીરમાં સલમાન ખાન-સોનાલી બેન્દ્રે અને સૈફ અલી ખાન-કરીશમા કપૂર તો સાથે છે પરંતું મોહનીસ બહેલ જોડે તબ્બુના બદલે બર્ની દાદા આવી જાય છે. પ્રિયંકા ચોપરા અને રાજકુમાર રાવ વાતચીત કરી રહ્યા છે ત્યા પણ દાદા પહોંચી ગયા!...
શાહરૂખ-કાજોલ અને રાની વચ્ચે દાદા શું કરી રહ્યા છે? બર્ની સેન્ડર્સ તો ગગનમ સ્ટાઈલમાં ડાન્સ પણ કરવા લાગ્યા છે.
કોણ છે બર્ની સેન્ડર્સ?
આ બધી કેટલીક તસ્વીરો છે જેને સોશિયલ મીડિયાના લોકોને ઘેલા કર્યા છે. ઠંડીથી ઠૂંઠવાતા જોવા મળી રહેલા બર્ની સેન્ડર્સ અમેરિકાના સેનેટ સભ્ય છે અને તે અગાઉ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પણ લડી ચૂક્યા હતા. અમેરિકામાં જો બાઈડનના શપથ સમારોહમાં બર્ની સેન્ડર્સે હાજરી આપી હતી. બર્ની સેન્ડર્સ એવા અંદાજમાં શપથ સમારોહમાં બેસ્યા કે ફોટોગ્રાફરે તેમની તસ્વીર લીધી અને જોતજોતામાં આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. આ તસ્વીરને એડિટ કરી લોકો શેર કરવા લાગ્યા..
તસવીર લેનાર ફોટોગ્રાફરને ન ગમી પોતાની તસવીર
2021ના આ વાયરલ મીમ માટે ક્રેડિટ AFPના ફોટોગ્રાફર બ્રેડન મિયાલોસ્કીને જાય છે. બ્રેડન મિયાલોસ્કીએ શપથ સમારોહમાં બર્ની સેન્ડર્સની તસ્વીર ખેંચી હતી. વાસ્તવીકતામાં ફોટોગ્રાફર રિપબ્લિકન પાર્ટીના સેનેટર ટેડ ક્રૂઝ અને જોશ હાવલેની તસ્વીર લઈ રહ્યા હતા ત્યારે બર્ની સેન્ડર્સનો પોઝ કેપ્ચર થઈ ગયો. ફોટોગ્રાફરે આ તસ્વીર માટે INSIDER REPORT નામની વેબસાઈટ સાથે વાતચીત કરી હતી... ' મીમ હિટ થયું તે વાત અલગ છે, પરંતું તેનો મતલબ એ નથી કે આ મારા કલેકશનમાંથી એક શ્રેષ્ઠ ફોટો છે, આ તસ્વીર જોઈને એવું લાગે કે સમગ્ર કાર્યક્રમમાં એ એકલા જ મોં ફુલાવીને બેસ્યા છે. વાસ્તવિકતામાં બર્ની સેન્ડર્સ બધા જોડે હસી ખુશીથી વાતચીત પણ કરી રહ્યા હતા.'
બની સેન્ડર્સ પણ પોતાને ટ્રેન્ડમાં જોઈ ખુશ થયા
બની સેન્ડર્સે ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે- તેને તેના પર બનેલા મીમ્સ જોયા. એ દિવસે ખૂબ વધારે ઠંડી હતી. બસ ઠંડીથી બચવા માટે હું ઠૂંઠવાઈને બેસ્યો હતો. મીમ્સ એટલે કોઈ ફોટો, વીડિયો કે ઘટના જેને કઈક એ રીતે એડિટ કરવામાં આવે છે જેનાથી યુઝર્સનું હસી હસીને પેટ દુખી જાય.બની સેન્ડર્સ પર બનેલાં મીમ્સમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube