MIT prediction: `21મી સદીમાં ખતમ થઈ જશે માનવ સમાજ`, 1972માં થઈ હતી આ ડરામણી ભવિષ્યવાણી
મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ફોર ટેક્નોલોજી (MIT)ના વૈજ્ઞાનિકોના એક ગ્રુપે પોતાના રિપોર્ટમાં માણસોને ચેતવનારી ભવિષ્યવાણી કરેલી છે.
નવી દિલ્હી: મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ફોર ટેક્નોલોજી (MIT)ના વૈજ્ઞાનિકોના એક ગ્રુપે પોતાના રિપોર્ટમાં માણસોને ચેતવનારી ભવિષ્યવાણી કરેલી છે. આ રિપોર્ટ બેસ્ટસેલિંગ પુસ્તક 'ધ લિમિટ્સ ટુ એક્સપાન્શન (1972)' માં પ્રકાશિત થઈ હતી. રિપોર્ટમાં કહેવાયું હતું કે 'જો વ્યવસાય અને સરકારો કોઈ પણ ભોગે સતત આર્થિક વિકાસનો પીછો કરતી રહી તો 21મી સદીમાં ઔદ્યોગિક સભ્યતા(Industrial Civilisation) બરબાદ થઈ જશે.'
MIT વૈજ્ઞાનિકોની ચેતવણી
1970ના દાયકામાં થયેલા એક રિસર્ચની હાલની સમીક્ષા મુજબ જો વૈશ્વિક ઉદ્દેશ્યોમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તો માનવ સમાજ આગામી બે દાયકામાં 'ગરકાવ' થવાની કગારે છે. દુનિયાની સૌથી મોટી એકાઉન્ટિંગ કંપનીઓમાંથી એકના ડાયરેક્ટર દ્વારા એક આશ્ચર્યજનક નવા વિશ્લેષણે તારણ કાઢ્યું છે કે મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ફોર ટેક્નોલોજી (MIT) ની દાયકા જૂની 'ઔદ્યોગિક સભ્યતા ખતમ થવાની' સંભાવના અંગે ચેતવણી સટીક લાગે છે.
COVID-19 Third Wave નું જોખમ વધ્યું, Indonesia માં એક જ અઠવાડિયામાં 100થી વધુ બાળકોના મોત
પ્રાકૃતિક સંસાધનોનું દોહન બની રહ્યું છે જોખમી?
Vice.com માં પ્રકાશિત એક ન્યૂઝ રિપોર્ટ મુજબ,MIT વિશેષજ્ઞોના એક ગ્રુપે 1972માં સભ્યતાના પતનના જોખમો પર રિસર્ચ કરવા માટે એક સાથે મળીને કામ કર્યું. Planetary Resources ના વધુ પડતા દોહનના કારણે, ક્લબ ઓફ રોમ દ્વારા પ્રકાશિત તેમની સિસ્ટમ ડાયનેમિક્સ મોડલે 'વિકાસની સીમા' (LtG) ની જાણકારી મેળવી. જેનો અર્થ છે ઔદ્યોગિક સમાજ એકવીસમી સદીમાં કોઈ પણ સમયે જોખમની કગાર પર છે.
PoK: ચૂંટણી હિંસાથી નારાજ વિપક્ષને ભારત યાદ આવ્યું, કહ્યું- 'જરૂર પડી તો ભારત પાસે મદદ માંગીશું'
આર્થિક વિસ્તાર અશક્ય રહેશે!
બેસ્ટ સેલિંગ બુક 'ધ લિમિટ્સ ટુ એક્સપાન્શન (1972)' માં પ્રકાશિત થયેલી MIT ના વૈજ્ઞાનિકોના એક ગ્રુપના રિપોર્ટમાં કહેવાયું છે કે જો સરકારો કોઈ પણ ભોગે સતત આર્થિક વિકાસનો પીછો કરતી રહી તો ઔદ્યોગિક સભ્યતા બરબાદ થઈ જશે. આ સ્ટડીમાં રિસર્ચર્સે ભવિષ્યની 12 સંભાવનાઓ પણ જણાવી. જેમાં સૌથી મોટું અનુમાન એ રહ્યું કે પ્રાકૃતિક સંસાધન એ હદે દુર્લભ થઈ જશે કે આગળ આર્થિક વિસ્તાર અશક્ય બનશે.
(એજન્સી ઈનપુટ સાથે)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube