South Korea Child Birth Offer: દક્ષિણ કોરિયાની એક કંપની તેના કર્મચારીઓને બાળક પેદા કરવા પર બોનસ આપી રહી છે. જ્યારે પણ કોઈ વર્કરનાં ત્યાં બાળક પેદા થશે તો તેને 100 મિલિયન કોરિયન વોન ($75,000 એટલે કે લગભગ 62.23 લાખ રૂપિયા) મળશે. સિયોલ બેસ્ડ કન્સ્ટ્રક્શન કંપની બૂયંગ ગ્રુપે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે આ ઓફર પુરુષો અને મહિલાઓ બંને માટે છે. કંપની એ કર્મચારીઓને કુલ 7 બિલિયન વોન ($5.25 મિલિયન કે લગભગ ₹43 કરોડ)નું પેમેન્ટ કરશે જેમણે 2021 બાદ 70 બાળકો પેદા કર્યા છે. આ ઓફર તમને વિચિત્ર લાગે પરંતુ દક્ષિણ કોરિયા માટે આ ખતરાની ઘંટી જેવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ બાળકો હશે તો ઘર પણ આપશે?
કંપનીના ચેરમેન લી જૂંગ કિયૂનના જણાવ્યાં મુજબ આ રકમથી કર્મચારીઓને બાળકોના ઉછેરમાં મદદ મળશે. ત્રણ બાળકોવાળા કર્મચારીઓને એ વિકલ્પ પણ મળશે કે તેઓ કેશ કે ઘરમાંથી કોઈ એક વસ્તુ લઈ શકે. જો સરકાર કન્સ્ટ્રક્શન માટે જમીન આપે તો કંપની ત્રણ બાળકોવાળા કર્મચારીઓને રેન્ટલ હાઉસિંગ પણ આપવા તૈયાર છે. નહીં તો તેમને સવા બે લાખ અમેરિકી ડોલર (લગભગ 1.86 કરોડ રૂપિયા) કેશ આપવામાં આવશે. બૂયંગ ગ્રુપ ઉપરાંત અનેક અ્ય કંપનીઓ પણ બાળકો પેદા કરવા પર અનેક ફાયદા આપી રહી છે. દક્ષિણ કોરિયન સરકારે પણ કેટલીક યોજનાઓ શરૂ કરી છે. 


ચીની કંપની પણ આપી ચૂકી છે આવી ઓફર
દક્ષિણ કોરિયાની જેમ ચીન પણ જન્મદર વધારવાની કોશિશમાં છે. ગત વર્ષ ચીનની સૌથી મોટી ઓનલાઈન ટ્રાવેલ એજન્સીએ પણ આ રીતે વર્કર્સને ઓફર આપી હતી. જે કર્મચારી કંપનીમાં 3 વર્ષ પૂરા કરી ચૂક્યા હોય, જો તેમના ત્યાં બાળકનો જન્મ થાય તો તેને પાંચ વર્ષનું થાય બાળક ત્યાં સુધી દર વર્ષે તેમને 10,000 યુઆન (1376 ડોલર કે લગભગ 1.14 લાખ રૂપિયા) મળશે. 


વસ્તીનો ટાઈમ બોમ્બ!
દક્ષિણ કોરિયા સહિત પૂર્વ એશિયાના અનેક દેશ એક પ્રકારના ટાઈમ બોમ્બ પર બેઠા છે. જો ધરમૂળ ફેરફાર નહીં આવે તો ગણતરીના દાયકાઓમાં તેમની વસ્તી વૃદ્ધ થઈ જશે. દક્ષિણ કોરિયાનો ફર્ટિલિટી રેટ (0.78) દુનિયામાં સૌથી ઓછો છે. આગામી વર્ષ સુધીમાં તે વધુ ગગડીને 0.65 થાય તેવી શક્યતા છે. આ જ ઝડપ રહી તો 2100 સુધીમાં દક્ષિણ કોરિયાની જનસંખ્યા ઘટીને અડધી થઈ ફક્ત 2.4 કરોડ રહી જશે. 2022માં 249,000 બાળકોનો જન્મ થયો જ્યારે દક્ષિણ કોરિયાના લેબર માર્કેટને ચલાવવા માટે દર વર્ષે ઓછામાં ઓછા 500,000 બાળકોના જન્મની જરૂર છે.