આ સીરિયલ કિલિંગ મર્ડર મિસ્ટ્રીનો પરદાફાર્શ! પરંતુ આરોપીને નહીં થાય સજા
દક્ષિણ કોરિયા (South Korea)ના સૌથી ક્રુર સીરિયલ કિલિંગ (Serial Killing)ના રાઝ પરથી પરદો ઉઠતો જોવા મળી રહ્યો છે. સાઉથ કોરિયામાં 1986થી લઇને 1991ની વચ્ચે ખ્યોંકી પ્રાંતથી હસાંગમાં 10 મહિલાઓ સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. હવે આ મામલે એક કન્ફેશન સામે આવ્યું છે. જેના આધારે આ કેસનો ઉકેલ આવી શકે છે.
સિયોલ: દક્ષિણ કોરિયા (South Korea)ના સૌથી ક્રુર સીરિયલ કિલિંગ (Serial Killing)ના રાઝ પરથી પરદો ઉઠતો જોવા મળી રહ્યો છે. સાઉથ કોરિયામાં 1986થી લઇને 1991ની વચ્ચે ખ્યોંકી પ્રાંતથી હસાંગમાં 10 મહિલાઓ સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. હવે આ મામલે એક કન્ફેશન સામે આવ્યું છે. જેના આધારે આ કેસનો ઉકેલ આવી શકે છે.
આ પણ વાંચો:- Coronavirus ને લઇને ટ્રમ્પનો મોટો નિર્ણય, બ્રાઝિલથી આવનાર મુસાફરો લગાવ્યો પ્રતિબંધ
સાઉથ કોરિયાના એક વ્યક્તિએ સ્વીકાર્યું છે કે, તેણે ના માત્ર આ 10 હત્યા કરી પરંતુ અન્ય કેટલીક મહિલાઓની પણ હત્યા કરી છે. સ્થાનીક પોલીસનું કહેવું છે કે, આ વ્યક્તિ પર કોઈ ચાર્જ નથી લાગ્યા અને તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. કેમ કે, તે પહેલાથી જ જેલમાં સજા ભોગવી રહ્યો છે. 50 વર્ષનો વ્યક્તિ પોતાની નાની બહેન પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
એપ્રિલમાં પોલીસે કહ્યું હતું કે, આ હત્યાઓ પાછળ જે શખ્સ છે, તેની જાણકારી મળી ગઈ છે. હવે પોલીસનું કહેવું છે કે, આ 10 સીરિયલ કિલિંગમાંથી 9ની હત્યા ઉપરાંત અન્ય 5 હત્યાઓ તથા લગભગ વધુ 30 યોન ઉત્પીડનના મામલે આ શખ્સે કબુલાત કરી છે.
આ પણ વાંચો:- કોરોના વાયરસની રસી વિરુદ્ધ અમેરિકા સહિત યુરોપમાં પ્રદર્શન, જાણો શું છે કારણ
પોલીસ આજીવન કેસની સજા ભોગવી રહેલા આ કેદીની થોડા સમયથી પૂછપરછ કરી રહી હતી. ખ્યોંકીની દક્ષિણ પ્રાંતીય પોલીસ એજન્સીએ કહ્યું કે, કેદીના કન્ફેશન બાદ આ સમગ્ર મામલે ફરીથી તાપસ હાથ ધરવામાં આવશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પીડિત પરિવાર સત્ય જાણવા માગે છે. ભલે પછી આ મામલે ગમે તેટલો સમય લાગે. પોલીસનું કામ આ મામલે તાપસ હાથ ધરી સત્ય બહાર લાવવાનું છે.
સાઉથ કોરિયાના કાયદા અનુસાર, પીડિત કબૂલ કરનાર સામે ઘટનાના 10 વર્ષ બાદ કોઈ કેસ દાખલ કરી શકતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube