વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દરેક અંદાજે આગવો હોય છે. તેમની આદત અને શોખ લોકોમાં પોપ્યુલર થતા વાર લાગતા નથી. પછી તે તેમનું ફૂડ હોય, ડ્રેસિંગ સ્ટાઈલ હોય, ફોટો પાડવાની મુદ્રા હોય કે પછી તેમના યોગ હોય. તેમના આવા જ એક શોખના દિવાના થયા છે કોરિયન રાષ્ટ્રપતિ મૂન જે. તેમણે ટ્વિટર પર એવા ફોટોઝ મૂક્યા છે, કે તેમનો મોદીમય શોખ સ્પષ્ટ દેખાઈ આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ તેમની એક ટ્વિટને કારણે ચર્ચામાં આવ્યા છે. જેમાં તેમણે મોદી જેકેટ્સ પહેરેલી તસવીરો શેર કરી છે. તેમણે આજે સતત પાંચ ટ્વિટમાં મોદી જેકેટનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કેટલાક જેકેટ્સ મોકલ્યા છે. આ તમામ ભારતીય પરંપરાના આધુનિક જેકેટ છે. જે મોદી જેકેટના નામથી ફેમસ છે. હવે તે સરળતાથી કોરિયામાં મળી શકે છે. 



ઉલ્લેખનીય છે કે, સાઉથ કોરિયન રાષ્ટ્રપતિ મૂન જેએ લખ્યું છે કે, જ્યારે હું ભારતની મુલાકાતે ગયો હતો, તો મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, તમારી જેકેટ બહુ જ સારુ લાગે છે. તે દરમિયાન તેમણે મારા જેકેટનું માપ લીધું હતું અને યાદ રાખીને મને આવા જેકેટ બનાવીને મોકલ્યા હતા. 



ત્યારે હવે રાષ્ટ્રપતિ મૂન જેએ પીએમ મોદી દ્વારા મોકલાયેલ જેકેટ્સ પહેરેલી તસવીરો શેર કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે, મૂન જેની પાછળ અનેક આવા જેકેટ્સ ટિંગાડાયેલા છે. હવે કોરિયાઈ રાષ્ટ્રપતિ મોદી જેકેટ પહેરીને ઓફિસ પણ જવા લાગ્યા છે. મૂન જે આ દિવાળીએ ફરીથી ભારતના પ્રવાસે આવવાના છે, ત્યારે તેઓ મોદી જેકેટ્સ પહેરેલા જોવા મળે તો નવાઈ નહિ.  



ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પોતાના પહેરવેશને લઈને ચર્ચામાં રહે છે. 15 ઓગસ્ટ પર લાલ કિલ્લાના પ્રાચીરથી ધ્વજ લહેરાવવા દરમિયાન તેમનો સાફો પણ ચર્ચામાં રહ્યો હતો. તેમજ એકવાર ગણતંત્ર દિવસના સમારોહ પણ તેમણે પહેરેલા સૂટને કારણે ભારે વિવાદ જાગ્યો હતો. આ ઉપરાંત તે જે પણ રાજ્યમાં જાય છે, ત્યારે ત્યાંના પારંપરિક વેશભૂષામાં નજર આવે છે. તેથી વિપક્ષ તેમની સરકારને સૂટબૂટની સરકાર કહે છે.