SpaceX ના રોકેટ Crew 7 થી અંતરિક્ષ માટે રવાના થયા ચાર દેશોના યાત્રી, ક્યારે પહોંચશે, જાણો દરેક વિગત
SpaceX ના રોકેટથી ચાર દેશોના ચાર અંતરિક્ષ યાત્રી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે રવાના થયા છે.
નવી દિલ્હીઃ SpaceX: દેશ અને દુનિયામાં ચંદ્રયાન 3 (Chandrayan 3) ચંદ્ર પર સુરક્ષિત લેન્ડિંગ કરવાના સમાચાર ચર્ચામાં છે. ચંદ્રના સાઉથ પોલ પર પહોંચનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે. ભારતના સૂર્ય અને શુક્ર પર પણ મિશન મોકલવાની જાહેરાત કરી છે. અંતરિક્ષમાં સંશોધન કરવાની હોડ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. SpaceX થી ચાર યાત્રી (Space Traveler)અંતરિક્ષ તરફ જવા માટે રવાના થયા છે. આ યાત્રી ચાર અલગ-અલગ દેશના છે. આ યાત્રી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (International Space Station) માટે રવાના થઈ ચુક્યા છે.
અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર (Kennedy Space Center)થી આ યાત્રીકોએ ઉડાન ભરી છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના યાત્રી સાથે ત્રણ અલગ-અલગ દેશના યાત્રી તેમાં સામેલ છે. અમેરિકા સિવાય આ યાત્રી ડેનમાર્ક, જાપાન અને રશિયાના છે. આ પ્રથમ તક છે જ્યારે ચાર અલગ-અલગ દેશના યાત્રી અંતરિક્ષ માટે એક યાનમાં એક સાથે જઈ રહ્યાં છે. આ પહેલા નાસા અને સ્પેસ એક્સ યાનમાં બેથી ત્રણ યાત્રી જતા હતા.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube