નવી દિલ્હી: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક વિવાદોમાં ફસાયા છે. એલન મસ્ક સાથે જ કામ કરતી એક મહિલા કર્મચારીએ યૌન શોષણનો આરોપ લગાવીને સમગ્ર દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. આ મામલાને પતાવવા માટે વર્ષ 2018માં મહિલાને 2 કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. આ મહિલા મસ્કના એયરોસ્પેસ ફર્મ SpaceXમાં ફ્લાઈટ એટેંડેંટનું કામ કરતી હતી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. અને આરોપને લને મસ્કની પ્રતિક્રિયા પણ સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલા એટેંડેટ SpaceX ના કોર્પોરેટર જેટ ફ્લીટના કેબિન ક્રૂની મેમ્બર હતી. તે કોન્ટ્રાક્ટ બેસિસ પર કામ કરતી હતી. Business insidervr ની એક રિપોર્ટ પ્રમાણે મહિલાએ મસ્ક પર પ્રાઈવેટ પાર્ટ દેખાડવાનો અને અનુમતિ વગર તેના પગને ટચ કરવાનો આરોપ લગાવ્યો. તેના સિવાય મસ્કે મહિલાને ઈરોટિક મસાજના બદલામાં એક ઘોડો ખરીદી આપવાની ઓફર આપી હતી.


આ સમગ્ર ઘટના 2016ની છે. આ આરોપ અટેંડેંટની મિત્રએ એક જાહેરાતપત્ર જાહેર કરીને લગાવ્યો છે. જે મહિલાના સપોર્ટમાં તૈયાર કરવામાં આવ્યો છે. ઘોષણાપત્રના મતે, અટેંડેંટની મિત્રએ જણાવ્યું હતું કે, ફ્લાઈટ અટેંડેંટની નોકરી શરૂ કર્યાબાદ તેણે મસાજ પ્રોફેશનલનું લાઈસેંસ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી. આવું એટલા માટે કારણ કે તે મસ્કને મસાજ આપી શકે. ત્યારબાદ મસ્કના પ્રાઈવેટ કેબિનમાં એક મસાજ દરમિયાન મસ્કે અટેંડેંટ મહિલાને સેક્સ માટે પુછ્યું હતું. 


તમને જણાવી દઈએ કે સમજૂતી પ્રમાણે પીડિત મહિલાએ Non Disclosure Agreement પર સાઈન કરી છે.


અટેંડેંટ મહિલાને આપવામાં આવી 2 કરોડની ઓફર
પરંતુ મસ્ક તરફથી સેક્સુઅલી ડિમાન્ડ કર્યા બાદ મહિલાએ ના પાડી દીધી હતી. રિપોર્ટના મતે, ત્યારબાદ મહિલાને એવું મહેસૂસ થવા લાગ્યું કે તેણે કામ દરમિયાન સજા આપવામાં આવી રહી છે. વર્ષ 2018માં મહિલાએ કેલિફોર્નિયાના એક વકીલને હાયર કર્યો અને આ સમગ્ર કેસને લઈને કંપનીના હ્યૂમન રિસોર્સ ડિપાર્ટમેન્ટમાં એક ફરિયાદ દાખલ કરાવી હતી. કેસને લઈને કંપનીએ મહિલાના મિત્રને વાત કરી અને જલ્દીથી સમગ્ર કેસને પતાવી દીધો હતો.


આ કેસ ક્યારેય કોર્ટમાં પહોંચ્યો નથી. નવેમ્બર 2018માં એક સમજૂતી થઈ, જેમાં આ ઘટનાને લઈને કેસ ના કરવા બદલ અટેંડેંટ મહિલાને લગભગ 2 કરોડ રૂપિયા આપવામાં  આવ્યા. એટલું જ નહીં, આ ઘટનાને ગુપ્ત રાખવા માટે પણ મહિલાને કહેવામાં આવ્યું હતું.


મહિલાના મિત્રએ કેમ જાહેર કરી ઘટના?
રિપોર્ટમાં અટેંડેંટ મહિલાની મિત્રએ જણાવ્યું છે કે, હું આ એગ્રીમેન્ટનો ભાગ નહોતી. તો હું આ વિશે વાત કરી શકું છું. મેં મારી મિત્રને જણાવ્યા વગર જ આ ઘટના વિશે બોલવાનો નિર્ણય લીધો છે. તેણે જણાવ્યું કે, મસ્ક, દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. આટલા શક્તિશાળી વ્યક્તિ કોઈને નુકસાન પહોંચાડે છે અને પછી પૈસા ફેંકીને ઘટનાને દબાવવા માંગે છે. આ ગેરકાયદેસર છે.


મહિલાની મિત્રએ જણાવ્યું છે કે, જ્યારે તમે ચૂપ રહેવાનો નિર્ણય કરો છો, ત્યારે તમે તેજ સિસ્ટમનો ભાગ બની જાવ છો. તમે તે મશીનનો ભાગ બની જાવ છો જે મસ્ક જેવા શખ્સને આવા ખરાબ કામ કરવા માટે મંજૂરી આપે છે.


આરોપ પર મસ્કે શું નિવેદન આપ્યું?
રિપોર્ટના મતે, જ્યારે આ ઘટનામાં મસ્કના નિવેદન માટે મેલ કરવામાં આવ્યો ત્યારે તેમણે પહેલા તો વધુ સમય માંગ્યો અને જણાવ્યું કે, આ સ્ટોરીમાં હજુ પણ ઘણી બધી વાતો છે. તેમણે લખ્યું, જો હું યૌન શોષણ જેવી ચીજોમાં જોડાયેલો હોત તો મારા 30 વર્ષના કરિયરમાં અગાઉ કેમ કોઈ ઘટના સામે આવી નથી. તેમણે આ સ્ટોરીને રાજનીતિથી પ્રેરિત એક હિટ પીસ ગણાવી છે.


આ ઘટનાને લઈને મસ્કે બે ટ્વીટ પણ કર્યા. પહેલી ટ્વીટમાં લખ્યું- મારા ઉપર લગાવવામાં આવેલા આરોપ રાજનીતિના ચશ્માથી જોવું જોઈએ. આ તેમની પ્રમાણભૂત (ઘૃણાસ્પદ) પ્લેબુક છે. પરંતુ સારા ભવિષ્ય અને તમારા ભાષણના સ્વતંત્ર અધિકાર માટેની લડાઈથી કોઈ મને વિચલિત કરી શકશે નહીં.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube