Isa Balado Molestation: સ્પેનમાં એક વ્યક્તિએ લાઈવ પ્રોગ્રામ દરમિયાન એક મહિલા રિપોર્ટરને અશોભનીય રીતે સ્પર્શ કર્યો. પોતાની આ હરકત બાદ હવે તે વ્યક્તિ જેલમાં ધકેલાયો છે. આ ઘટના 12 સપ્ટેમ્બરની છે. જ્યારે પત્રકાર ઈસા બાલાડો મેડ્રિડમાં લૂંટની એક ઘટનાનું રિપોર્ટિંગ કરી રહી હતી. એક વ્યક્તિ પાછળથી આવ્યો અને તેના બટ પર હાથ માર્યો. તેણે પૂછ્યું કે કઈ ચેનલ માટે કામ કરો છો, જો કે ઈસા બાલાડોએ પોતાનું રિપોર્ટિંગ ચાલુ રાખ્યું. જ્યારે તે વ્યક્તિએ ઈસાનો હાથ પકડ્યો તો તે દરમિયાન શોને હોસ્ટ કરી રહેલી નાચો અબાદે કહ્યું કે ઈસાક્ષમા કરો મારો તમને સવાલ છે કે શું તે વ્યક્તિએ તમારા બટને સ્પર્શ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઈવ રિપોર્ટિંગ દરમિયાન છેડતી
ઈસાએ પણ એંકરને તરત જવાબ આપતા કહ્યું કે હા તે વ્યક્તિએ બટને ટચ કર્યો. તે સમજી શકી નહીં. શું તમે તે વ્યક્તિને કેમેરા સામે લાવી શકો છો. તે બેવકૂફ વ્યક્તિને કેમેરા સામે લાવો. તે વ્યક્તિ ઈડિયટ છે. એંકરના સવાલ પર ગેરવર્તણૂંક કરનારા વ્યક્તિને રિપોર્ટરે પૂછ્યું કે તમે જાણવા ઈચ્છતા હતા કે તે કઈ ચેનલ માટે કામ કરે છે  તેમાં બટને સ્પર્શવાનો શું મતલબ હતો. શું તમારે બટને સ્પર્શ કરવો જરૂરી હતો. તે પોતાના શો માટે કામ કરતી હતી. 



આરોપીનો જવાબ
રિપોર્ટરના આ સવાલ પર તે વ્યક્તિએ બેફીકરાઈથી જવાબ આપતા કહ્યું કે તેણે કોઈ ખોટું કામ કર્યું નથી અને તે દરમિયાન ત ેણે તેના વાળને સ્પર્શ કર્યો. થોડી સેકન્ડ બાદ તે તેની પાસે જઈને બોલ્યો કે તેણે સાચું જણાવવું જોઈએ. આ વીડિયો સામે આવ્યા બાદ મેડ્રિડ પોલીસે તેની ધરપકડ કરી લીધી. આરોપીને હાથકડી પહેરાવીને પોલીસકર્મીઓએ તેને પોતાની ગાડીમાં બેસાડી દીધો. પોલીસનું કહેવું છે કે રિપોર્ટરની ફરિયાદ પર કાર્યવાહી કરાઈ છે. વીડિયો ફૂટેજના આધારે આરોપો નક્કી કરીને કોર્ટ સામે રજૂ કરાશે. અમારી કોશિશ હશે કે આરોપીને વધુમાં વધુ સજા મળે.