અમેરિકા : અમેરિકામાં આંશિક શટડાઉનથી પ્રભાવિત કર્મચારીઓને સ્પેનના એક પ્રખ્યાત શેફની માનવીય સહાયતા સંસ્થા સૂપ અને સેન્ડવિચ વિતરણ કરવામાં આવી રહ્યું છે. સમાચાર એન્જસી એફેના જણાવ્યા અનુસાર, શેર જોસ એન્ડ્રેસનું વર્લ્ડ સેન્ટ્રલ કિચન અણેરિકાના સંધીય કર્મચારીઓને ભોજન આપી રહ્યું છે. જેઓને કામબંધીને કારણે પગાર નથી મળી રહ્યો. એન્ડ્રેસનું આ કિચન 2010માં હેતીમાં આવેલ ભૂકંપ બાદ અને પ્યૂટરે રિકોમાં 2017માં તોફાન મારિયાથી પ્રભિવાત લોકોને ભોજન કરાવી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે અમેરિકન શટડાઉનનો 26મો દિવસ હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિશેલિન સ્ટાર શેફે કહ્યું કે, તે સરકારી કામબંધીને એક અન્ય પ્રકારનો આપાતકાળ માને છે. દિવાલ નિર્માણને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કોંગ્રેસની વચ્ચે ગતિરોધ બાદથી લગભગ 800,000 સંઘીય કર્મચારીઓને પગાર નથી મળી રહ્યું. 


અમેરિકા બંધ ટ્રમ્પ પોતાની જીત પર અડ્યા
આંશિક સરકારી શટડાઉન સામે ઝઝૂમી રહેલ વ્હાઈટ હાઉસના સંઘીય કર્મચારીઓનો પગાર આપવાની આગામી તારીખ નજીક આવતા જોઈને આ ગતિરોધને પૂરો કરવાની નવી રીત અપનાવાઈ છે. તેઓ હવે સદનની અધ્યક્ષ નૈન્સી પેલોસીને દરકિનાર કરીને પાર્ટીના અન્ય સદસ્યો અને સાંસદો સાથે સીધી વીતચીત કરવાના પ્રયાસોમાં લાગ્યા છે. પરંતુ મુદ્દો હજી પણ એવો છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા-મેક્સિકો સીમા પર દિવાલ બનાવવા માટે રૂપિયા આપવાની પોતાની માંગથી પાછળ હટ કરવા તૈયાર નથી. તેઓ અનેક સપ્તાહથી જાહેર આંશિક સરકારી શટડાઉનને લાંબો સમય ચાલવા દેવા માંગે છે. 


રાષ્ટ્રપતિ બંધના 25મા દિવસે દિવાલ માટે 5.7 અરબ ડોલરની માંગ પર અડેલા છે. તો ડેમોક્રેટ્સનું કહેવુ છે કે, સરકારનું કામકાજ પૂરી રીતે બહાર થવા પર પાર્ટી સીમા સુરક્ષા પર ચર્ચા કરશે. પરંતુ પેલોસી દિવાલ માટે રૂપિયાની માંગને અપ્રભાવી અન અનૈતિક રીતે નકારી રહી છે.