કોલંબો : શ્રીલંકામાં જાહેર સ્થળો પર મુસ્લિમ મહિલાઓ હવે નકાબ (હિઝાબ, બુરખો) નહી પહેરી શકે, કારણ કે દેશમાં ઇસ્ટરનાં દિવસે થયેલા બોમ્બ વિસ્ફોટને ધ્યાને રાખી રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના દ્વારા જાહેર કરાયેલા નવા નિયમ સોમવારથી પ્રભાવી થઇ ગયા. રાષ્ટ્રપતિએ રવિવારે નવા નિયમોની જાહેરાત કરી હતી, જેના હેઠળ ચહેરાને ઢાંકનારા કોઇ પણ પ્રકારનાં પોશાક પહેરવા પર પ્રતિબંધ  લગાવી દેવાયો છે. તેનાંથી એક અઠવાડીયા પહેલા શ્રીલંકાનાં ત્રણ ચર્ચ અને ત્રણ આલીશાન હોટલોમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 250થી વધારે લોકોનાં મોત નિપજ્યાં હતા અને 500થી વધારે લોકો ઘાયલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજનીતીની ABCની ખબર નહી પરંતુ દેશભક્તિ અમારા લોહીમાં છે: ધર્મેન્દ્ર

જેમાં ખાસ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ઓળખમાં બાધક ચહેરા પર નાખવામાં આવતું કોઇ પણ પ્રકારનું કપડું સિરિસેનાનાં કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, આ પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે છે. કોઇને પોતાનો ચહેરો ઢાંકીને પોતાની ઓળખ મુશ્કેલ ન બનાવવી જોઇએ. 


લોકસભા ચૂંટણી 2019: ચોથા તબક્કામાં સરેરાશ 62.61 ટકા મતદાન
બંગાળી માટીમાંથી બનેલા રસગુલ્લા અમારા માટે પ્રસાદ: PMનો 'મમતા' ભર્યો જવાબ


કોલંબો પેજનાં ખોટા સમાચાર અનુસાર રાષ્ટ્રપતિએ ઇમરજન્સી નિયમો હેઠળ આ પગલું ઉઠાવ્યું છે જેના દ્વારા ચહેરાને ઢાંકનારા કોઇ પણ પ્રકારનાં કપડાનો પ્રયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, જેથી કોઇ વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવામાં સમસ્યા ન આવે અને રાષ્ટ્ર અને જન સુરક્ષા માટે કોઇ ખતરો ન પેદા થાય. સમાચાર અનુસાર આદેશમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે કોઇ વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવાનું મહત્વપુર્ણ માનદંડ તેનાં ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. 


ધારાસભ્યો તો શું 1 પાર્ષદ પણ BJPમાં નહી જોડાય, PM સપના જુએ છે : તૃણમુલ

જેમાં કહેવામાં આવ્યું કે, રાષ્ટ્રપતિએ આ નિર્ણય શાંતિપુર્ણ અને સમન્વિત સમાજની સ્થાપિત કરવા માટે કહેવામાં આવ્યું જેથી કોઇ સમુદાયને કોઇ અસુવિધા ન હોય અને રાષ્ટ્રીય સુરક્ષા પણ સુનિશ્ચિત થઇ શકે છે. જો કે રાષ્ટ્રપતિની તરફતી બહાર પડાયેલા શાસકીય આદેશમાં નકાબ અને બુરખાનો ઉલ્લેખ નથી. 


સેનાના ભોજનમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર સામે લડનાર જવાનનો વારાણસીમાં PM સામે જંગ

સરકાર નકાબ અને બુરખા બંન્નેને પ્રતિબંધિત કરવાનો વિચાર કરી રહી હતી. તેણે મુસ્લિમ મૌલાનાઓ પાસે સહયોગ માંગ્યો હતો જેમાંથી કેટલાએ નિવેદન આપ્યો કે વર્તમાન અસ્થિર સુરક્ષા સ્થિતીને ધ્યાને રાખી બંન્ને પહેરવાથી બચવું જોઇએ. જમીયત ઉલ ઉલેમાના પ્રવક્તા ફાઝિલ ફારુકે કહ્યું કે અમે સુરક્ષાદળોના સહયોગ માટે લોકોએ ઘરેથી ચહેરો ડાંક્યા વગર નિકળવાની અનુમતી આપી છે.