શ્રીલંકામાં આર્થિક સ્થિતિ બદથી બદતર થઈ રહી છે ત્યારે આ બધા વચ્ચે વિપક્ષના દિગ્ગજ નેતા સાજિથ પ્રેમદાસાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ભાવુક અપીલ કરી છે. અત્રે જણાવવાનું કે શ્રીલંકાની સંસદમાં 44 વર્ષમાં પહેલીવાર આજે ત્રિકોણીય મુકાબલામાં સીધી રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની દોડમાં કાર્યકારી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ઉપરાંત દુલ્લાસ અલહપ્પરૂમા અને અનુરા કુમારા દિસાનાયકે મેદાનમાં છે. આ ત્રણેયમાંથી કોઈએ એક નેતા દેશ છોડીને ભાગી જનારા ગોટાબાયા રાજપક્ષેની જગ્યાએ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાજિથ પ્રેમદાસાએ ટ્વીટ કરીને કહ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ જે કોઈ પણ બને, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભારતના તમામ રાજકીય પક્ષો અને ત્યાંના લોકોને મારી નમ્ર અપીલ છે કે આ આફતમાંથી બહાર આવવા માટે મા લંકા અને તેમના લોકોની મદદ કરતા રહો. 


આજે ચૂંટણી પહેલા દુલ્લાસ અલહપ્પરૂમા વિક્રમસિંઘે પર લીડ મેળવતા જોવા મળી રહ્યા છે. તેમને તેમની પાર્ટીના મોટાભાગના નેતાઓ ઉપરાંત વિપક્ષનું પણ સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. શ્રીલંકાના પૂર્વ વિદેશમંત્રી જીએલ પીરિસે કહ્યું કે શ્રીલંકાની સત્તાધારી પાર્ટી પોદુજાના પેરામુના (SLPP)ના મોટાભાગના નેતાઓ ઉપરાંત વિપક્ષના નેતા પણ દુલ્લાસ અલહપ્પરૂમાને રાષ્ટ્રપતિ અને સાજિથ પ્રેમદાસાને પ્રધાનમંત્રી તરીકે જોવા માંગે છે. 


Marburg Virus: કોરોના-મંકીપોક્સ કરતા પણ વધુ જોખમી છે આ વાયરસ, ઘાનામાં 2 કેસ મળ્યા અને બંને દર્દીના મોત


જો કે રાજકીય તજજ્ઞોના મતે 73 વર્ષના વિક્રમસિંઘે રાષ્ટ્રપતિની રેસમાં હજુ પણ આગળ ચાલી રહ્યા છે. પરંતુ 225 બેઠકો વાળી સંસદમાં બહુમત સાબિત કરવું એ સરળ નહીં હોય. જો શ્રીલંકામાં આર્થિક સ્થિતિ ખરાબ થતા પહેલાની ઓગસ્ટ 2020ની સંસદીય સ્થિતિ જોઈએ તો 145ની સંખ્યાવાળી SLPP પાર્ટીમાંથી 52 સાંસદ તૂટ્યા હતા. ત્યારબાદ પાર્ટીમાં 93 સાંસદ બચ્યા હતા. જે પાછળથી 4 સભ્યો પાછા ફર્યા બાદ 97એ પહોંચ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube