Sri Lanka Crisis News: શ્રીલંકામાં સ્થિતિ વધુને વધુ ખરાબ થતી જાય છે. ક્રોધે ભરાયેલા લોકો રસ્તા પર આવીને પ્રદર્શન કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માંગને લઇને દેશમાં ઠેર ઠેર ભારે બબાલ મચી છે. હજારો પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરતાં શનિવારે મધ્ય કોલંબોના અતિ સુરક્ષાવાળા ફોર્ટ વિસ્તારમાં રાષ્ટ્રપતિ સત્તાવાર આવાસમાં બળજબરીપૂર્વક ઘૂસી ગયા હતા. ગંભીર આર્થિક સંકટને લઇને પ્રદર્શનકારી સરાકારના વિરૂદ્ધ ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહ્યા છે. માર્ચથી જ રાજપક્ષે પર રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપવા માટે દબાણ વધી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પીકર બની શકે છે શ્રીલંકાના કાર્યવાહક રાષ્ટ્રપતિ 
ગોટબાયા એપ્રિલમાં પ્રદર્શનકારીઓ દ્વારા તેમના કાર્યાલયમાં પ્રવેશ દ્રાર પર કબજો કર્યા બાદથી જ રાષ્ટ્રપતિ આવાસને પોતાના આવાસ તથા કાર્યાલય તરીકે ઉપયોગ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં હિંસાને લઇને સ્પીકરે ઇમરજન્સી બેઠક બોલાવી છે. તેમાં ગોટબાયાનાના રાજીનામ પર ચર્ચા કરવામાં આવી રહી છે. ગોટબાયાએ રાજીનામું આપ્યું તો સ્પીકર આગામી રાષ્ટ્રપતિ ચૂંટાય ત્યાં સુધી કાર્યવાહક રાષ્ટ્રપતિ બની રહેશે. 


Sri Lanka Crisis: શ્રીલંકાના રાષ્ટ્રપતિ આવાસ છોડી ભાગ્યા, પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન ઘેર્યું


રાષ્ટ્રપતિ પાસે કરી રાજીનામાની માંગ
તમને જણાવી દઇએ કે આ પહેલાં આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની હાલત સતત બગડતી જાય છે. આખા દેશની જનતા મોંઘવારીની મારથી પરેશાન છે. શ્રીલંકાની જનતા ગત કેટલાક મહિનાથી વિજળી અને ઇંઘણના સંકટ સામે ઝઝૂમી રહી છે. દેશની આ દશા મઍટે જનતા શ્રીલંકાના સત્તાધારી પરિવારને દોષી માની રહી છે. એટલા માટે જ પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ભવન સામે પ્રદર્શન કરવા પહોંચી ગયા. 


પ્રધાનમંત્રીએ બોલાવી ઇમરજન્સી બેઠક
શ્રીલંકામાં પ્રદર્શનકારી રસ્તા પર ઉતર્યા છે સ્થિતિ કાબૂમાં નથી, શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે સ્થિતિ પર ચર્ચા કરવા અને કેટલાક સમાધાન નિકાળવા માટે પાર્ટીના નેતાઓની ઇમરજન્સી બેઠક બોલાવી છે. પ્રધાનમંત્રી વિક્રમસિંઘેએ સ્પીકર પાસેથી સંસદ સત્ર બોલાવવાની માંગ કરી છે. હવે આ બેઠકમાં શું કંઇ નિકળીને આવશે તે તો આગામી સમય જ બતાવશે પરંતુ પ્રદર્શનકારીઓને કાબૂમાં ન કરવામાં આવ્યા તો સ્થિતિ વધુ બગડી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube