કોલંબો: શ્રીલંકામાં લાગૂ કરવામાં આવેલી કટોકટી હવે હટાવી લેવામાં આવી  છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ આ જાહેરાત કરી. આ અગાઉ તેમણે બગડતી સ્થિતિ જોતા કટોકટી લાગૂ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકામાં ચાર એપ્રિલના રોજ ઈમરજન્સીની જાહેરાત કરાઈ હતી. જ્યારે આર્થિક સંકટના કારણે ઠેર ઠેર હિંસા થવા લાગી હતી. હવે રાષ્ટ્રપતિએ પોતાનો નિર્ણય રદ્દ કર્યો છે. તેની પાછળના કારણો શું છે તે હજુ સ્પષ્ટ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં સ્થિતિ વણસેલી છે. મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે અને લોકોમાં ગુસ્સો ભડકી ઉઠ્યો છે. પેટ્રોલ-ડીઝલ માટે લાંબી લાઈનો લાગી રહી છે. કેરોસીન માટે કલાકો સુધી રાહ જોવી પડે છે અને કાગળની અછતના કારણે બાળકોની પરીક્ષાઓ પણ રદ્દ કરવી પડી છે. 


લોકોનો ગુસ્સો શાંત કરવા માટે પ્રધાનમંત્રીની આખી કેબિનેટે રાજીનામું આપી દીધુ છે. એટલે સુધી કે પીએમના પુત્રએ પણ પોતાનું પદ છોડ્યું છે. કહેવાય છે કે હવે શ્રીલંકામાં એક સર્વપક્ષીય સરકાર બની શકે છે જ્યાં વિપક્ષના નેતાઓની પણ સક્રિય ભાગીદારી હશે. શ્રીલંકામાં લાંબા સમય સુધી વીજ કાપે દેશમાં સંચાર નેટવર્કને પ્રભાવિત કર્યું છે. ભારે દેવા અને ઘટતા વિદેશી ભંડારના કારણે શ્રીલંકા આયાત માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે. આ જ કારણ છે કે તેનાથી દેશમાં ઈંધણ સહિત અનેક સામાનની ભારે અછત સર્જાઈ છે. 


કોરોનાએ નુકસાન કર્યુ
કોવિડ-19 મહામારીના કારણે શ્રીલંકાની અર્થવ્યવસ્થા ખરાબ  રીતે પ્રભાવિત થઈ છે. સરકારે ગત બે વર્ષમાં 14 બિલિયન ડોલરના નુકસાનનો અંદાજો લગાવ્યો. એક્સપર્ટ્સનું કહેવું છે કે ભારે પ્રમાણમાં દેવું કરવાના કારણે પણ શ્રીલંકાની આ હાલત થઈ છે. જનતાનું માનવું છે કે રાજપક્ષે સરકારના ખોટા નિર્ણયોના કારણે દેશ આ સંકટનો સામનો કરી રહ્યો છે. આથી દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. 


અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મુસ્લિમોએ ટાઈમ્સ સ્કવેર પર નમાજ પઢી, દુનિયાભરમાં છેડાઈ ચર્ચા


Indonesia: હેવાન શિક્ષક..13 વિદ્યાર્થીનીઓ પર ગુજાર્યો બળાત્કાર, 8 ગર્ભવતી થઈ, મળી મોતની સજા


ટોલ ટેક્સના નામે એકાઉન્ટમાંથી એટલી ભારે ભરખમ રકમ કપાઈ ગઈ...સાંભળીને હોશ ઉડી જશે


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube