નવી દિલ્હીઃ શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. સરકારે કર્ફ્યૂ લગાવી દીધુ છે અને હિંસા કરનાર લોકોને ગોળી મારવાની છૂટ આપવામાં આવી છે. આ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ દેશને સંબોધિત કર્યો છે. તેમણે દેશની જનતાને કહ્યું કે જલદી નવી સરકારની રચના કરવામાં આવશે. ગોટબાયાએ કહ્યુ કે, આગામી સપ્તાહે નવા પીએમની નિમણૂક થશે અને કેબિનેટની પસંદગી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ ગોટબાયાએ કહ્યુ કે બહુમત જેની પાસે હશે તેની સરકાર બનશે. સાથે કેબિનેટ મંત્રીઓની પણ પસંદગી કરવામાં આવશે. દેશમાં સતત ખરાબ થઈ રહેલી સ્થિતિ પર રાષ્ટ્રપતિએ જનતાને અપીલ કરી છે કે તે હિંસામાં સામેલ ન થાય અને પ્રદર્શન કરવાનું બંધ કરી દે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube