કોલંબોઃ શ્રીલંકાની રાજનીતિમાં આજનો દિવય ઈતિહાસમાં નોંધાઈ ગયો, જ્યારે નાના ભાઈએ મોટા ભાઈને પદ તથા ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. આ નજારો હતો વડાપ્રધાનના શપથ ગ્રહણ કાર્યક્રમનો, જ્યારે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ (Gotabaya Rajapaksa) મોટા ભાઈ મહિન્દા રાજપક્ષેને (Mahinda Rajapaksa) દેશના નવા પીએમના રૂપમાં શપત અપાવ્યા હતા. મહિન્દા ઓગસ્ટ 2020મા પ્રસ્તાવિત સામાન્ય ચૂંટણી યોજાવા સુધી કાર્યવાહક મંત્રીમંડળના વડાપ્રધાનના રૂપમાં કામકાજ જોશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોટબાયાના રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધાના ત્રણ દિવસ બાદ મહિન્દાએ રાષ્ટ્રપતિ સચિવાલયમાં નવા વડાપ્રધાનના રૂપમાં શપથ લીધા હતા. આ તકે પૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે, પૂર્વ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના તથા અન્ય નેતા હાજર રહ્યાં હતા. 


10 વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે મહિન્દા
વડાપ્રધાનના રૂપમાં મહિન્દાનો આ બીજો કાર્યકાળ છે. મહિન્દા રાજપક્ષે 2005થી 2015 સુધી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. વર્ષ 2018મા તેઓ કેટલાક સમય માટે વડાપ્રધાન પણ રહ્યાં હતા. આ પહેલા મહિન્દાને 26 ઓક્ટોબર 2018ના તત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ વડાપ્રધાન નિયુક્ત કર્યાં હતા. દેશની સુપ્રીમ કોર્ટના બે મહત્વપૂર્ણ આદેશો બાદ મહિન્દાએ 15 ડિસેમ્બરે વડાપ્રધાન પદે રાજીનામું આપી દીધું હતું. 


'ભ્રષ્ટ, હતાશ' કહી ચૂંટણી બોન્ડ પર ભાજપનો કોંગ્રેસ પર હુમલો  


LTTE વિરુદ્ધ લડી હતી નિર્ણાયક લડત
આ પહેલા સવારે વિક્રમસિંઘેએ રાષ્ટ્રપતિ ગોટબાયાને ઔપચારિક રૂપથી પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. વિક્રમસિંઘેએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સજીત પ્રેમદાસની હાર બાદ બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોટબાયા વિજયી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે બંન્ને ભાઈઓ-ગોટબયા અને મહિન્દાએ પ્રભાકરનના નેતૃત્વ વાળા એલટીટીઈની સાથે ત્રણ દાયકાથી ચાલી રહેલા ગૃહયુદ્ધનો ખાતમો કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તે સમયે મહિન્દા દેશના રાષ્ટ્રપતિ અને ગોટબાયા રક્ષા સચિવ હતા. 


ભારતની સાથે કામ કરતા રહીશું
પીએમ પદની શપથ લીધા બાદ મહિન્દા રાજપક્ષેએ શુભેચ્છા સંદેશ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને શ્રીલંકાના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે નિકટતાની સાથે કામ કરવાનું ચાલું રાખશું. તેમણે ટ્વીટ કહ્યું, 'આભાર વડાપ્રધાન મોદી જી. આવો આપણે બંન્ને દેશો અને ક્ષેત્રની શાંતિ તથા સમૃદ્ધિ માટે આપણી ભાગીદારીને મજબૂત બનાવીએ.'