Canada Stabbing: કેનેડામાં રહેતા ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર, આ PHOTO વિશે જાણવું તમારા માટે જરૂરી
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ એક ટ્વીટમાં આ ઘટનાને ભયાનક અને હ્રદયદ્રાવક ગણાવી. તેમણે સંવેદના વ્યક્ત કરતા લોકોને અધિકારીઓના નિર્દેશોનું પાલન કરવાનો આગ્રહ કર્યો. આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો પણ દુ:ખી અને ડરેલા છે. કેનેડામાં મોટા પાયે ભારતીયો પણ રહે છે. ગુજરાતીઓની પણ વસ્તી સારી એવી છે. જાણો આખરે શું છે આ આખી ઘટના.
Stabbing Spree in Canada: ગન કલ્ચરને પહોંચી વળવા માટે જદ્દો જહેમત કરી રહેલા કેનેડામાં રવિવારે એક મોટી દુર્ઘટના ઘટી. અહીં સસ્કેચેવાન પ્રાંતમાં બે સમુદાયો વચ્ચે પરસ્પર વિવાદ બાદ થયેલી ચાકૂબાજીની ઘટનામાં 10 લોકોના મોત થયા. જ્યારે 15 જેટલા લોકો ઘાયલ થયા છે. પોલીસનું કહેવું છે કે તેમણે બે સંદિગ્ધ લોકોની શોધ શરૂ કરી દીધી છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ સહાયક આયુક્ત રોન્ડા બ્લેકમોરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઈમરજન્સી કોલ મળતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં 10 લોકોના મોત થઈ ચૂક્યા હતા. આરોપી ફરાર હતા, પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે. કેનેડામાં મોટા પાયે ભારતીયો પણ રહે છે. ગુજરાતીઓની પણ વસ્તી સારી એવી છે.
ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા
પોલીસ અધિકારી રોન્ડા બ્લેકમોરે જણાવ્યું કે કથિત હુમલાખોર એક વાહનમાં ભાગી ગયા. તેમની ઓળખ માઈલ્સ અને ડેમિયન સેન્ડરસન તરીકે થઈ છે. તેમની ઉંમર ક્રમશ: 30 અને 31 વર્ષ છે. બંનેના વાળ કાળા અને આંખો ભૂરી છે. અમે ઠેર ઠેર તેમના પોસ્ટરો લગાવી દીધા છે જેથી કરીને જલદી પોલીસની પકડમાં આવે. તેમણે જણાવ્યું કે 2500ની વસ્તીવાળા જેમ્સ સ્મિથ ક્રી નેશન (જાતિ)એ લોકલ ઈમરન્સીની જાહેરાત કરી છે. જ્યારે સસ્કેચેવાન પ્રાંતના અનેક રહીશોને ઠેર ઠેર આશ્રય આપવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube