VIDEO: બિન્દાસ્ત થઇને ચલાવતો હતો બસ, ત્યારે જ એક વિશાળ પથ્થર પડ્યો અને...
એક વ્યક્તિ પહાડી વિસ્તારમાં બસ ચલાવી રહ્યો છે, આખી બસ યાત્રીઓથી ભરેલી છે અને અચાનક વિશાળ પથ્થર ડ્રાઇવર કેબિનમાં સીધો જ ડ્રાઇવરની છાતી પર વાગે છે
નવી દિલ્હી : આપણે ઘણી વખત વાતચીતમાં કહેતા હોઇએ છીએ કે બધો જ નસીબનો ખેલ છે. આ વાત આપણે ત્યારે જ કહીએ છીએ જ્યારે કોઇ સંકટ કે મુશ્કેલીના સમયે કોઇ વ્યક્તિ સુરક્ષીત રીતે બચી જાય. એવી જ એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને તમે કહેશો કે આ વ્યક્તિ નસીબનો બળીયો જ છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક વ્યક્તિ પહાડી વિસ્તારમાં બસ ચલાવી રહ્યો છે. બસ યાત્રીઓથી ભરેલી છે.
અચાનક બસ પર વિશાળ પથ્થર આવી પડે છે જે આગળનો કાચ તોડીને ઘુસે છે અને સીધો જ ડ્રાઇવરની છાતી પર વાગે છે. ત્યાથી ઉછળીને ઉંચો જતો રહે છે અને ડ્રાઇવરના માથા પર જોરથી પછડાય છે. જો કે આ ઘટના એટલી ઝડપથી બને છે કે ડ્રાઇવર સમજી પણ નથી શકતો. જો કે ત્યાર બાદ પારવાર દુખાવા વચ્ચે પણ તે બસ ડ્રાઇવ કરતો રહે છે.
કિસ્મત જ કહી શકાય કે એક વિશાળ કાય પથ્થર ડ્રાઇવરને બે વખત વાગવા છતા તે સાજો સારો તો રહે જ છે સાથે સાથે બસ ડ્રાઇવ પણ કરતો રહે છે. જો તે થોડી ક્ષણો માટે પણ હોશ ગુમાવે કે બે બાકળો થાય તો પાછળ બેઠેલા લોકોના જીવ પણ જોખમમાં મુકાઇ શકે તેમ હતા. જો ચાલક થોડી ક્ષણો માટે પણ બસ પરથી કાબુ ગુમાવ્યો હોત તો બસ જરૂર ખીણમાં ખાબકી હોત. જો કે કોઇ મોટી દુર્ઘટના થઇ નહોતી અને તમામ લોકો બચી ગયા હતા. જો કે બસ થોડી આગળ જઇને રોક્યા બાદ ડ્રાઇવરને હોસ્પિટલ ખસેડાયો તો ખ્યાલ આવ્યો કે તેની છાતીના ચાર હાડકા ભાંગી ગયા છે.