વેલિંગ્ટન: ન્યૂઝિલેન્ડમાં સ્ટ્રોબેરીની અંદર સોય મળી આવવાની આશ્ચર્યજનક ઘટનાઓ જોવા મળી છે. ઓસ્ટ્રેલિયામાં બે મહિના પહેલા આ પ્રકારનું સંકટ સામે આવ્યાં બાદ આ પ્રકારનો આ બીજો મામલો છે. ન્યૂઝિલેન્ડના એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે દક્ષિણ દ્વિપીય શહેર ઝિરાલ્ડિનમાં સપ્તાહના અંતમાં વેચવામાં આવેલી એક સ્ટ્રોબેરીમાં સોય મળી આવતા હડકંપ મચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપરમાર્કેટના માલિક ગેરી શીડે જણાવ્યું કે આ ઘટનાની જાણકારી મળ્યા બાદ તેમણે સ્ટોરમાંથી બધી સ્ટ્રોબેરી હટાવી લીધી છે. પરંતુ એ વાતની પુષ્ટિ નથી કરી શકતા કે સ્ટ્રોબેરીની આ ડાળીઓ ઓસ્ટ્રેલિયાથી આવી હતી કે ન્યૂઝિલેન્ડથી. ન્યૂઝિલેન્ડમાં આ પ્રકારની આ બીજી ઘટના છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયામાં સપ્ટેમ્બરમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરનારા ખેતરોમાંથી એક આવા જ એક ખેતરમાં કામ કરનારી 50 વર્ષની મહિલાને ક્વિન્સલેન્ડથી ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર વસ્તુઓમાં ભેળસેળ કરવાનો આરોપ લાગ્યો હતો. 


ન્યૂઝિલેન્ડની મિનિસ્ટ્રી ફોર પ્રાઈમરી ઈન્ડસ્ટ્રીઝ(એમપીઆઈ)એ કહ્યું કે ઝેરાલ્ડિનમાં જે વ્યક્તિને સોય મળી આવી તેને કોઈ નુકસાન પહોંચ્યુ નથી. મંત્રાલયના એક પ્રવક્તાએ પત્રકારોને જણાવ્યું કે આ મામલો પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. જે તેની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે હાલ એમપીઆઈ પાસે કોઈ કારણ નથી કે તે આ વાત પર વિશ્વાસ કરે કે આ સિવાય બીજા અનેક મામલા છે. હાલ સુરક્ષા કારણોસર સ્ટોરે તમામ સ્ટ્રોબેરી હટાવી લીધી છે. 


(ઈનપુટ-ભાષા)


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...