વોશિંગ્ટન: તાલિબાને ભલે અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હોય પરંતુ તેના માટે સરકાર ચલાવવી સરળ નહીં રહે. કારણ કે અમેરિકા સહિત અનેક દેશો તેને આર્થિક રીતે કંગાળ કરવા માંગે છે. આ બધા વચ્ચે હવે વર્લ્ડ  બેંકે પણ મોટી કાર્યવાહી કરી છે. વર્લ્ડ બેંકે અફઘાનિસ્તાનને અપાતી આર્થિક મદદ પર રોક લગાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થિતિ પર World Bank ની નજર
વર્લ્ડ બેંકના પ્રવક્તાએ જણાવ્યું કે અફઘાનિસ્તાનના હાલાત ખાસ કરીને મહિલા અધિકારોની સ્થિતિ જોતા આ પગલું ભરાયું છે. પ્રવક્તાએ કહ્યું કે હાલ વર્લ્ડ બેંકે તમામ પ્રકારની આર્થિક મદદ પર રોક લગાવી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.


Afghanistan ના પૂર્વ સંચાર મંત્રી બન્યા ડિલિવરી બોય, ઘરે-ઘરે જઈને પહોંચાડે છે Pizza, વાયરલ થયા PHOTOS


અમેરિકા ફૂટી કોડી પણ નહીં આપે
આ અગાઉ અમરિકાએ ગત અઠવાડિયે જાહેરાત કરી હતી કે તે પોતાના દેશમાં રહેલા અફઘાનિસ્તાનના સોના અને મુદ્રા ભંડારને તાલિબાના કબજામાં જવા દેશે નહીં. મળતી માહિતી મુજબ એકલા અમેરિકામાં જ અફઘાનિસ્તાનની લગભગ 706 અબજ રૂપિયાની સંપત્તિ છે. આવામાં યુએસનું આ પગલું તાલિબાન માટે મોટો ઝટકો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે IMF પણ અફઘાનિસ્તાનની આર્થિક મદદ રોકી ચૂક્યું છે. આ સાથે જ આઈએમએફએ તાલિબાનના અફઘાનિસ્તાનમાં પોતાના સંસોધનોના ઉપયોગ ઉપર પણ રોક લગાવી છે. 


Afghanistan માં તાલિબાન સરકાર બનાવવાની ખુબ નજીક, G-7 ની બેઠકમાં આ પ્લાન તૈયાર થયો


IMF એ પણ બ્લોક કર્યો એક્સેસ
IMF એ 460 મિલિયન અમેરિકી ડોલર એટલે કે 46 કરોડ ડોલર (3416.43 કરોડ રૂપિયા)ના ઈમરજન્સી રિઝર્વ સુધી  અફઘાનિસ્તાનની પહોંચને બ્લોક કરવાની જાહેરાત કરી હતી. કારણ કે દેશ પર તાલિબાનના નિયંત્રણે અફઘાનિસ્તાનના ભવિષ્ય માટે અનિશ્ચિતતા પેદા કરી હતી. નોંધનીય છે કે વિશ્વ બેંકના હાલના સમયમાં અફઘાનિસ્તાનની અંદર બે ડઝનથી વધુ પ્રોજેક્ટ ચાલે છે. બેંકની  વેબસાઈટ પર મૂકાયેલી જાણકારી મુજબ વર્ષ 2002થી લઈને અત્યાર સુધીમાં વિશ્વ બેંક તરફથી અફઘાનિસ્તાનને 5.3 અબજ ડોલરની આર્થિક મદદ અપાઈ ચૂકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube