નવી દિલ્હી: કેન્યાના મુરંગા (Kenya, Muranga) ની એક સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ દારૂ પાર્ટી અને શારીરિક સંબંધ બનાવતા રંગે હાથે પકડાઈ ગયા. 16 વિદ્યાર્થીઓ (છોકરાઓ અને છોકરીઓ) ને પોલીસે ઘટનાસ્થળેથી પકડ્યા. જ્યારે અન્ય સંદિગ્ધ વિદ્યાર્થીઓની શોધ થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્કૂલ દેશના Gititu પ્રાંતમાં આવેલી છે. સ્કૂલના વિદ્યાર્થીઓને તહેવારો નિમિત્તે રજા આપવામાં આવી હતી. જેથી કરીને તેઓ પોતાના  ઘરે જઈ શકે. વિદ્યાર્થીઓ બસમાં સવાર થઈને સ્કૂલથી નીકળ્યા હતા. પરંતુ ઘરે જવાની જગ્યાએ ડઝન જેટલા વિદ્યાર્થીઓ દારૂ પીતા અને સેક્સ કરતા પકડાયા. સ્થાનિક ન્યૂઝ પોર્ટલ Tv47 એ સૂત્રોના હવાલે જણાવ્યું કે મંગળવારે Makuyu ના બાર અને જંગલ વિસ્તારોમાંથી સ્ટુડન્ટ્સની ધરપકડ થઈ છે. કેટલાક સ્ટુડન્ટ્સ રૂમમાંથી કપડાં વગર પકડાયા. ઘટનાસ્થળે પોલીસ અધિકારીઓને હેરોઈન જેવી નશીલી વસ્તુઓ પણ મળી છે. જો કે હજુ એ જાણકારી નથી મળી કે પકડાયેલા વિદ્યાર્થીઓ પર કઈ કલમો લાગી છે. 


Corona: ડેલ્ટાથી બિલકુલ અલગ છે ઓમિક્રોનનું આ એક લક્ષણ, દર્દીને રાતે થાય છે આ સમસ્યા


સૂત્રોના જણાવ્યાં મુજબ 10 સ્ટુડન્ટ્સ એક રૂમમાં બારણા બંધ કરીને દારૂ પીતા અને શારીરિક સંબંધ બનાવતા પકડાયા હતા. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પાસેના જંગલમાં યૌન વ્યવહાર કરતા પકડાયા હતા. હાલ આ તમામ સ્ટુડન્ટ્સને Makuyu પોલીસ સ્ટેશને લઈ જવાયા છે જ્યાં તેમને કસ્ટડીમાં રખાયા. પોલીસ અધિકારી પકડાયેલા સ્ટુડન્ટ્સના માતા પિતા અને તેમના શાળાના કર્મચારીઓને શોધવામાં લાગી છે. 


NASA Parker Solar Probe: સૂર્યને 'સ્પર્શ' કરનારું દુનિયાનું પ્રથમ અંતરિક્ષયાન, અત્યંત અદભૂત PHOTOS


આ બાજુ આ જ શાળાની એક બસ અન્ય સ્થળે દુર્ઘટનાગ્રસ્ત થઈ જેમાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા. વહેલી સવારે થયેલા અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં લગભગ 3 વિદ્યાર્થીઓની હાલત ગંભીર હતી. અન્યને સામાન્ય ઉપચાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube