નવી દિલ્લીઃ ગુજરાતી યુવકોમાં વિદેશ જવાનું વળગણ વધી રહ્યુ છે. વિદેશમાં ભણવા જવા અને ત્યાં જ સેટ થવા લોકો ગમે તે હદે જઈ રહ્યા છે. મહેસાણાના 4 યુવકોને અંગ્રેજી આવડતુ ન હોવા છતાં IELTSની પરીક્ષામાં કૌભાંડ કરી 8 બેન્ડ મેળવી લીધા. એટલું જ નહીં પરીક્ષાના પ્રમાણપત્રના આધારે કેનેડા પહોચી ગયા. પરંતુ  કેનેડાથી અમેરિકામાં ઘુસવા સેન્ટ રેઝીસ નામની નદી પાર કરતા ચારેય યુવકો પકડાઈ ગયા છે. ત્યારો આવો જાણીએ IELTS પરીક્ષા કેટલી અઘરી હોય છે અને શા માટે લેવાય છે પરીક્ષા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IELTS અંગ્રેજી ભાષાની એક ટેસ્ટ છે. જે લોકો કે વિદ્યાર્થીઓ વિદેશ જવા માગતા હોય તેમને આ પરીક્ષા આપવી જરૂરી છે. જે દેશમાં સંચાર માટે અંગ્રેજી ભાષા મુખ્ય ભાષા છે તો આવા દેશમાં જવા માટે આ પરીક્ષા આપવી ફરજિયાત છે. IELTS એટલે આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા પરીક્ષણ સિસ્ટમ છે. જે દેશની યુનિવર્સિટીમાં દાખલ થવા માટે IELTSની પરીક્ષા જરૂરી છે, તે દેશ છે યૂએસ, યૂકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડા છે. આ ટેસ્ટમાં ઉમેદવારની અંગ્રેજી વાંચવાની, બોલવાની, સાંભળવાની અને લખવાની સ્કિલ તપાસવામાં આવે છે.


પરીક્ષા માટેની યોગ્યતા-
IELTSની પરીક્ષા આપવા માટે ઉમેદવારની ઉંમર 16 વર્ષથી વધુ હોવી જરૂરી છે. સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, યૂકે, ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ભણવા જવા માટે ઈચ્છતા વિદ્યાર્થીને આ પરીક્ષા આપવી પડે છે. આ ઉપરાંત જે લોકો કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ કાયમી માટે સ્થાયી થવા માગતા હોય તેવા લોકોને પણ પરીક્ષા આપવી જરૂરી છે.


IELTS પરીક્ષાના પ્રકાર-
IELTSની પરીક્ષા બે ફોર્મેટમાં આપી શકો છો. એક ટેસ્ટ એકેડેમિક હોય છે બીજી જનરલ ટેસ્ટ છે. જો કોઈને વિદેશમાં ભણવા જવાની ઈચ્છા હોય તેમને એકેડેમિક ટેસ્ટ આપવી પડે છે. જ્યારે વર્ક વીઝા કે સ્થાયી થવા ઈચ્છતા લોકોને જનરલ ટેસ્ટ આપવાની હોય છે. ટેસ્ટ કુલ 2 કલાક અને 45 મિનિટની હોય છે.  આ પરીક્ષા દરવર્ષે અલગ અલગ 48 તારીખોમાં લેવામાં આવે છે. જેમાં લોકો પોતાની અનુકુળતાએ કોઈપણ તારીખે પરીક્ષા આપી શકે છે.


IELTS પરીક્ષાની પેટર્ન-
IELTSની પરીક્ષામાં ચાર સેક્શન હોય છે. જેમાં વાંચવું, બોલવું, સાંભળવું અને લખવાની સ્કિલ જોવામાં આવે છે. કોઈપણ ઉમેદવારની માર્કિંગ આ ચાર સેક્શનના આધારે કરવામાં આવે છે. જે બાદ ઓવરઓલ IELTSનો સ્કોર તૈયાર કરાય છે.  


આવેદન કરવાની પ્રક્રિયા-
IELTSની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનની ઉપરાંત પોસ્ટ અને કુરિયરથી પણ પોતાનું એપ્લિકેશન ફોર્મ મોકલી શકાય છે.


1. www.ieltsidpindia.com પર લોગિન કરો
2. Register for IELTS નું ઓપ્શન પસંદ કરો
3. પરીક્ષા આપવાની તારીખ અને શહેર પસંદ કરો
4. પરીક્ષાની ફી ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી જમા કરો