લંડનઃ હાલમાં જ ભારતીય મૂળના પરાગ અગ્રવાલને ટ્વિટરની કમાન મળી હતી. જેના પછી સમગ્ર વિશ્વમાં ભારતનું કદ ઊંચું થયું હતું. હવે ભારતીય મૂળના લીના નાયરને મંગળવારે લંડનમાં ફ્રેન્ચ લક્ઝરી ગ્રુપ ચેનલ દ્વારા તેમના નવા વૈશ્વિક ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા તે યુનિલિવરની CHRO હતા. શનૈલે જણાવ્યું છે કે લીના નાયર જાન્યુઆરીથી એટલે કે નવા વર્ષથી ગ્રુપમાં જોડાશે. આવો જાણીએ કોણ છે લીના નાયર અને શું છે તેની સક્સેસ સ્ટોરી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીના નાયરની કારકિર્દી 30 વર્ષની
ભારતીય મૂળની લીના નાયરની કારકિર્દી ગ્લોબલ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીમાં લગભગ 30 વર્ષની છે. લીના નાયરે જમશેદપુર, ઝારખંડમાં ઝેવિયર્સ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (XLRI)માં (1990-92) અભ્યાસ કર્યો અને ત્યાંથી ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમને ઘણા HR ઈન્ટરવેન્શન માટે શ્રેય મળ્યા છે. આમાંથી એક હતો 'કરિયર બાય ચોઈસ'. તે એવી મહિલાઓને વર્કફોર્સનો હિસ્સો બનાવવાના હેતુથી એક કાર્યક્રમ હતો, જે મહિલાઓએ પોતાની કારકિર્દી પાછળ છોડી દીધી હોય.


આ પણ વાંચોઃ ઓમિક્રોન વેરિએન્ટ પર WHO એ કહી ચિંતાજનક વાત, મૃત્યુદરમાં થઈ શકે છે વધારો  


લીના નાયર મહારાષ્ટ્રના કોલ્હાપુરની છે લીના નાયર 
લીના નાયર મહારાષ્ટ્રના કોલ્હાપુરની છે. તેમણે કોલ્હાપુરની હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે જ્યારે તેઓ જમશેદપુરની ઝેવિયર્સ કોલેજમાંથી ઓફર મળી ત્યારે તેમના માટે તેમના પરિવારને મનાવવું ખૂબ મુશ્કેલ હતું. તેમણે પોતાના પિતાને સમજાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો કે તેમણે અભ્યાસ માટે જમશેદપુર જવું છે, જ્યાં ટ્રેન દ્વારા પહોંચવામાં લગભગ 48 કલાકનો સમય લાગે છે.


2013માં લંડન ગઈ લીના નાયર
હાલમાં લીના નાયરની ઉંમર 52 વર્ષની છે. 1969માં જન્મેલી લીના નાયર 2013માં ભારતથી લંડન શિફ્ટ થઈ હતી. તે સમયે, તેમને એંગ્લો-ડચ કંપનીના લંડન હેડક્વાર્ટરમાં લીડરશીપ અને ઑર્ગેનાઈઝેશન ડેવલપમેન્ટના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. આ પછી, 2016માં, તે યુનિલિવરની પ્રથમ મહિલા અને સૌથી નાની વયની CHRO બન્યા. ભારતીય મૂળના લીના નાયર ભારતને ગૌરવ અપાવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube