Adult Icecream: માર્કેટમાં આવી રહ્યો છે `એડલ્ટ આઈસ્ક્રીમ`, ખાધા પછી જે અસર થાય છે તેના વિશે ખાસ જાણો
કંપનીએ આઈસ્ક્રીમની 2 નવી ફ્લેવર તૈયાર કરી છે. ખાસ જાણો તેના વિશે.
નવી દિલ્હી: આઈસ્ક્રીમના શોખીનોના પોત પોતાના મનપંસદ સ્વાદ હોય છે. પરંતુ હવે આઈસક્રીમ બ્રાન્ડમાં મોટું નામ ગણાતી કંપની હેગન ડેઝ (Häagen-Dazs) એ એક એવો આઈસક્રીમ બનાવ્યો છે કે જેને સ્વાદના રસીયાઓ ચોક્કસપણે ટ્રાય કરવા ઈચ્છશે. આઈસ્ક્રીમની આ ફ્લેવર ખાસ કરીને એડલ્ટ્સ માટે બનાવવામાં આવી છે. કારણ કે આ આઈસક્રીમ મોઢામાં જતા જ તમને અલગ જ ખુમારી મહેસૂસ થશે.
શું છે આ એડલ્ટ આઈસ્ક્રીમ?
Daily Mail ના એક રિપોર્ટ મુજબ હેગન ડેઝે બજારમાં આઈસ્ક્રીમની 2 નવી ફ્લેવર તૈયાર કરી છે. કંપનીએ આ ફ્લેવર્સમાં આલ્કોહોલનો ઉપયોગ કર્યો છે. આ રસપ્રદ આઈસ્ક્રીમ ફ્લેવર આ મહિને જ લોન્ચ થઈ જશે. કંપનીએ પોતાના કોઝી કોકટેલ કલેક્શન(Cozy Cocktail Collection હેઠળ ફક્ત મોટા (Adults) માટે આ ફ્લેવર્સ રજુ કરી છે.
આઈસક્રીમ ખાતા જ કઈક આવું મહેસૂસ થશે
આ આલ્કોહોલિક આઈસક્રીમના એડલ્ટ ઓનલી ફ્લેવર્સ (adults-only flavors) ને લંડનના કોકટેલ વીકના અવસરે લોન્ચ કરાઈ રહી છે. આ કોકટેલ વીકમાં રમ સોલ્ટેડ કેરેમલ એન્ડ બિસ્કિટ (Rum Salted Caramel and Biscuit) અને આયરિશ વ્હિસ્કી એન્ડ ચોકલેટ વેફલ (Irish Whiskey and Chocolate Waffle) નામના 2 ફ્લેવર્સ લોન્ચ કરાઈ રહ્યા છે. કંપનીનું કહેવું છે કે આ બંને આઈસક્રીમ ખાતા જ લોકોને હળવી ખુમારી મહેસૂસ થશે. પરંતુ તેઓ નશામાં તો જરાય નહીં હોય.
કેટલો આલ્કોહોલિક છે આ આઈસક્રીમ?
રમ અને વ્હિસ્કી ફ્લેવર્ડ આઈસ્ક્રીમના દરેક ટબમાં 0.5 ટકાથી પણ ઓછો ઓલ્કોહોલ ઉપયોગમાં લેવાયો છે. આ આઈસ્ક્રીમના એક બોક્સની કિંમત લગભગ 500 રૂપિયા છે. આઈસ્ક્રીમ અને આલ્કોહોલનું આ કોમ્બિનેશન બંને ફ્લેવર્સના નાના-નાના ટબમાં પણ ઉપલબ્ધ છે. આ અગાઉ 2020માં લોન્ચ કરાયેલા હેગન ડેઝ(Häagen-Dazs) બ્રાન્ડનું સ્પિરિટ કલેક્શન પણ ખુબ હિટ રહ્યું હતું. આ આઈસક્રીમ 'આલ્કોહોલિક' છે એટલે તેને 'એડલ્ટ આઈસ્ક્રીમ' પણ કહેવામાં આવી રહ્યો છે.
અમેરિકી કંપનીનો આઈસક્રીમ
આ Haagen Dazs કંપનીની સ્થાપના રૂબેન એન્ડ રોઝ મેટ્સ (Reuben and Rose Mattus) એ 1960માં ન્યૂયોર્કમાં કરી હતી. વેનીલા, ચોકલેટ, અને કોફી ફ્લેવરની આઈસક્રીમ બનાવતી આ કંપની હવે દુનિયામાં આઈસક્રીમની એક ટોપ બ્રાન્ડ બની ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube