લંડનઃ શપથ લીધા બાદ બ્રિટનના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનકે ઘણા મોટા નિર્ણય લીધા છે. તેમણે જ્યાં કેટલાક મંત્રીઓને બહારનો રસ્તો દેખાડી દીધો છે તો કેટલાક લોકોને એન્ટ્રી પણ મળી ગઈ છે. તેમાંથી લિઝ સરકારમાં હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમૈન પણ છે. તેમને ફરીથી યુકેના ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે. બ્રેવરમૈને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો ભારતની સાથે મુક્ત વ્યાપારને લઈને સમજુતી થાય છે તો તેનાથી બ્રિટનમાં પ્રવાસી વધી જશે. તેમણે કહ્યું હતું કે બ્રિટનના પ્રવાસી વીઝાની સમય મ્યાદા ખતમ થયા બાદ પણ જતા નથી. તેમણે કહ્યું હતું કે ભારતીયો માટે આ પ્રકારની સરહદ ખોલવી જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટનમાં ઘણઈ મહત્વપૂર્ણ નિમણૂંક થઈ છે. ડોમિનિક રાબને સુનકના ડેપ્યુટી નિયુક્ત કરવામાં આવ્યા છે. તો નાણામંત્રીના રૂપમાં જેરેમી હંટ બન્યા રહેશે. જે મંત્રીઓને પદ છોડવાનું કહેવામાં આવ્યું છે તેમાં ભારતીય મૂળના આલોક શર્મા પણ છે. તે ટ્રસ સરકારમાં મંત્રી હતા. આ સિવાય વ્યાપાર સચિવ જૈકબ રીસ મોગ, ન્યાય મંત્રી બ્રેન્ડન લુઈસ અને ક્લો સ્મિથને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. સુનક સરકારમાં બેન વાલેસને ફરીથી રક્ષા રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. તો જેમ્સ ક્લેવરલી ફરીથી વિદેશ મંત્રી રહેશે. 


આ પણ વાંચોઃ બ્રિટનના PM તરીકે ઋષિ સુનકનું પ્રથમ સંબોધન, આર્થિક સંકટ અંગે કહી આ વાત


સુએલાને કેમ કેબિનેટમાંથી બહાર કરવામાં આવ્યા હતા?
સુએલા બ્રેવરમૈન પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ઈમેલ દ્વારા એક સાંસદને સરકારી દસ્તાવેજ મોકલ્યા હતા. આરોપ હતો કે તેમણે ગોપનીયતાનું ઉલ્લંઘન કર્યું છે. ત્યારબાદ બ્રેવરમૈને તેની જવાબદારી લેતા રાજીનામું આપ્યું હતું. પરંતુ ટ્રસ સરકાર ત્યારબાદ ચાલી શકી નહીં. લિઝ ટ્રસે પોતાની નિષ્ફળતા સ્વીકાર કરતા પોતાનું રાજીનામું આપી દીધું હતું. 


કોણ છે સુએલા બ્રેવરમૈન
સુએલા ભારતીય મૂળના અમેરિકી નાગરિક છે. તેમના માતા-પિતા 960માં બ્રિટનમાં જઈને વસી ગયા હતા. તેમના પરિવારના મૂળીયા ભારત સાથે જોડાયેલા છે. તેમના પિતા ક્રિસ્ટી ફર્નાડીઝ મૂળ રૂપથી ગોવાના રહેવાસી હતા, તો તેમના માતા ઉમા તમિલ હિન્દુ પરિવારમાંથી હતા. સુએલાનો જન્મ લંડનમાં થયો હતો. તે બ્રિટિશ નાગરિક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube