નવી દિલ્હીઃ પોલિટિક્સ બ્રાન્ડે (Politix) મેલબર્નમાં રહેવાવાળી વિઝ્યુએલ આર્ટીસ્ટ પામેલા ક્લીમન પાસી (Pamela Kleeman-Passi) ની સાથે મળીને આ અનોખો સૂટ તૈયાર કર્યો છે. મૂછોથી બનેલા સૂટને મોવેંબર (Movember) નામની ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયન મેન્સવેર કંપનીએ બનાવ્યો સૂટ-
શું થયું? ચોંકી ગયાને તમે? હા પરંતુ આ સાચું છે. ઓસ્ટ્રેલિયાની એક મેન્સવેર કંપનીએ માનવ મૂછોના વાળમાંથી સૂટ (Suit Made of Men’s Mustache Hair) બનાવ્યો છે. મૂછના વાળમાંથી સૂટ બનાવનારી આ કંપનીનું નામ પોલિટિક્સ (Politix Menswear Brand) છે. પોલિટીક્સ બ્રાન્ડે (Politix) મેલબોર્ન સ્થિત વિઝ્યુઅલ આર્ટિસ્ટ પામેલા ક્લીમન પાસી (Pamela Kleeman-Passi) ની સાથે મળીને આ અનોખો સૂટ તૈયાર કર્યો છે. મૂછોથી બનેલા આ સૂટને મોવેંબર  (Movember) નામની ઈવન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો. આ એક એવી ઈવેન્ટ છે જે દર વર્ષે નવેમ્બર મહિનામાં થાય છે. આ ઇવેન્ટ દરમિયાન, વિશ્વભરના પુરુષોને તેમની મૂછો વધારવા માટે કહેવામાં આવે છે. ખરેખર, આ પુરુષોમાં થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે.


 



 


મૂછના વાળનો થયો ઉપયોગ-
પોલિટિક્સ બ્રાન્ડે (Politix Brand) આ સૂટને માણસની મૂછોના વાળથી બનાવ્યો છે. ઘણા લોકોને આ સૂટ જોવામાં અજીબોગરીબ અને ખરાબ લાગી રહ્યો છે. આ સૂટને કોમો હેર સૂટ ( Mo-Hair Suit) નામ આપવામાં આવ્યું છે. પામેલા ક્લિમને (Pamela Kleeman-Passi) આ સૂટ બનાવળાવામાં ખૂબ મહેનત કરી છે. તેમને અલગ અલગ વાળંદો પાસે વાળ ભેગા કર્યા છે. આ પ્રોજેક્ટ માટે લોકો મૂછો કાપીને તેમને મૂછના વાળનું પેકિંગ મોકલતા હતા. જણાવી દઈએ કે પામેલાના પતિનું મૃત્યુ પ્રોટેસ્ટ કેન્સરથી થયું હતું ત્યાર પછી પામેલાએ પુરૂષોમાં થવાવાળી બીમારીઓ અંગે જાગૃતતા ફેલાવાની શરૂઆત કરી.