ઇસ્લામાબાદ: સુમન કુમારી પાકિસ્તાનમાં દીવાની ન્યાયાધીશ નિયુક્ત થનાર પહેલી હિંદૂ મહિલા બની ગઇ છે. મીડિયામાં આવેલા સમાચારોમાં આ જાણકારી આપી છે. કમ્બર-શાહદદકોટ નિવાસી સુમન તેમના પિતૃ જિલ્લામાં જ ન્યાયાધીશ તરીકે સેવાઓ આપશે. ડોન સમારાત પત્ર અનુસાર તેમણે હૈદરાબાદથી એલએલબી અને કરાચીની સૈયદ જુલ્ફિકાર અલી ભુટ્ટો વિજ્ઞાન તેમજ પ્રૌદ્યોગિકી સંસ્થાથી કાયદામાં ગ્રૅજ્યુએટ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આ છે સૌથી સુંદર ટ્રક ડ્રાઇવર મહિલા, સોશિયલ મીડિયામાં થઇ ખુબ જ પોપ્યુલર


સુમનના પિતા પવન કુમાર બોદાનના જણાવ્યા અનુસાર સુમન કમ્બર-શાહદદકોટ જિલ્લામાં ગરીબોને મફત કાયદા સહાયતા આપવા માગે છે. તેણે કહ્યું કે, સુમને એક પડકારભર્યું પ્રોફેશન પસંદ કર્યું છે. પરંતુ મને વિશ્વાસ છે કે તેની મહેનત અને ઇમાનદારીથી ઉચ્ચ શિખર હાંસલ કરશે. સુમનના પિતા નેત્ર રોગ નિષ્ણાત છે અને તેમના મોટા ભાઇ સોફ્ટવેર એન્જિનિયર છે. તેમની બહેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સુમન ગાયક લતા મંગેશકર અને આતિફ અસલમની ચાહક છે.


વધુમાં વાંચો: જાણો વિશ્વના સૌથી લાંબા 10 પૂલ વિશે, જે આજની અજાયબી બનેલા છે


2 ટકા હિંદૂ આબાદી
પાકિસ્તાનમાં કોઇ હિંદૂ વ્યક્તિને ન્યાયાધીશ નિયુક્ત કરની આ પહેલી ઘટના સામે આવી છે. પહેલ હિંદૂ ન્યાયાધીશ જસ્ટિસ રાણા ભગવાનદાસ હતા જે 2005થી 2007ની વચ્ચે સંક્ષિપ્ત અવધિ માટે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં કુલ આબાદીના 2 ટકા આબાદી હિંદુઓની છે. અને ઇસ્લામ પછી દેશમાં હિંદૂ ધર્મ બીજો સૌથી મોટો ધર્મ છે.
(ઇનયુટ: એજન્સી ભાષા)


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...