વોશિંગ્ટન: ગૂગલ (Google) અને Alphabet ના સીઇઓ સુંદર પિચાઇ (Sundar Pichai)એ ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. સુંદર પિચાઇ સામાન્ય રીતે પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પરથી પોતાના કામ સાથે જોડાયેલી અપડેટ શેર કરે છે. સામાન્ય રીતે સુંદર પિચાઇ Google ની નવી પ્રોડક્ટ્સની અપડેટ જ ટ્વીટ કરે છે. પરંતુ બુધવારે સુંદર પિચાઇએ કંઇક એવું શેર કર્યું, જેને યૂઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયો વીડિયો શેર કર્યો
જોકે સુંદર પિચાઇએ સોશિયલ મીડિયા પર પોતાના ઘણા ફોલોવર્સને તે સમયે ચોંકાવી દીધા, જ્યારે તેમણે એક ઘડિયાળ (Alligator) નો વીડિયો રિટ્વીટ કર્યો. આ વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે ઘડિયાળના મોંઢામાંથી ધૂમાડો નિકળી રહ્યો છે. વીડિયોના અનુસાર ફ્લોરિડામાં ઘડિયાળે ડ્રોન પકડી લીધું છે. ત્યારબાદ ઘડિયાળના મોંઢામાંથી ધૂમાડો નિકળવા લાગે છે. આ વીડિયો ક્લિપને ટ્વિટર પર ક્રિસ એડરસન નામના વ્યક્તિએ અપલોડ કર્યો છે.

CNG કારની ઇચ્છા છે, આ છે સૌથી સસ્તી ગાડીઓ; માઇલેજ પણ દમદાર


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube