16 દિવસથી અંતરિક્ષમાં ફસાયેલા છે સુનિતા વિલ્યમ્સ, NASA પણ હવે તો થઈ રહ્યું છે ઊંચુ નીચું!
ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સની વાપસી અત્યાર સુધીમાં બેવાર કેન્સલ થઈ છે. સાત દિવસનું મિશન ત્રણ વખત આગળ વધ્યું છે. જેનું કારણ છે બોઈંગ સ્ટારલાઈનર ક્રુ મોડ્યુલમાં આવેલી ગડબડી. જેના સહારે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે પોતાની ઉડાણ ભરી હતી. નાસાા અનુભવી પરીક્ષણ પાઈલટ બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સે 5 જૂનના રોજ ઓર્બિટિંગ પ્રયોગશાળા માટે બોઈંગ સ્ટારલાઈનર કેપ્સ્યુલ પર ઉડાણ ભરી હતી
ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સની વાપસી અત્યાર સુધીમાં બેવાર કેન્સલ થઈ છે. સાત દિવસનું મિશન ત્રણ વખત આગળ વધ્યું છે. જેનું કારણ છે બોઈંગ સ્ટારલાઈનર ક્રુ મોડ્યુલમાં આવેલી ગડબડી. જેના સહારે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે પોતાની ઉડાણ ભરી હતી. નાસાા અનુભવી પરીક્ષણ પાઈલટ બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સે 5 જૂનના રોજ ઓર્બિટિંગ પ્રયોગશાળા માટે બોઈંગ સ્ટારલાઈનર કેપ્સ્યુલ પર ઉડાણ ભરી હતી. બંને બોઈંગના ક્રૂ ફ્લાઈટ ટેસ્ટ મિશન વર્ષોના વિલંબ અને નિષ્ફળતાઓ બાદ ફ્લોરિડાના કેપ કેનવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી રવાના થયા હતા. વિલિયમ્સ અને વિલ્મોર લગભગ એક અઠવાડિયું સ્પેસમાં રહેશે તેવું અનુમાન હતું. જે કેપ્સ્યુલની તપાસ કરવા માટે પૂરતો સમય હતો. પરંતુ અંતરિક્ષ યાન ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી કેપ્સ્યુલમાં સમસ્યાના કારણે નાસા અને બોઈંગે તેના ધરતી પર વાપસીની યોજના અનેકવાર કેન્સલ કરવી પડી.
નાસાનું નિવેદન
આ બધા વચ્ચે નાસાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સુનિતા વિલિયમ્સ સહિત નાસાના બે અંતરિક્ષયાત્રીઓએ હજુ પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સમય વિતાવવો પડશે. બંને અંતરિક્ષયાત્રીઓએ 13 જૂને પાછા ફરવાનું હતું. બોઈંગના ખરાબ થવાના કારણે 16 દિવસથી સ્પેસમાં ફસાયેલા છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસના બે અંતરિક્ષયાત્રીઓ આઈએસએસ પર હજુ પણ વધુ સમય માટે રહેશે. કારણ કે તેઓ ત્યાં પોતાની મુસાફરી દરમિયાન બોઈંગના નવા અંતરિક્ષ કેપ્સ્યુલમાં આવેલી સમસ્યાઓને શોધી રહ્યા છે અને ભાળ મેળવી રહ્યા છે કે આખરે આ સમસ્યા કેવી રીતે સર્જાઈ.
ક્યારે પાછા ફરશે
નાસાએ અંતરિક્ષયાત્રીઓની વાપસીની વાત પર કોઈ સૂચના આપી નથી. શુક્રવારે તેમણે કોઈ તારીખ જણાવી નથી. બસ એટલું કહ્યું કે તેઓ સુરક્ષિત છે. નાસાના વાણિજ્યિક ચાલક દળ કાર્યક્રમ પ્રબંધક સ્ટીવ સ્ટિચે કહ્યું કે અમને પાછા ફરવાની કોઈ ઉતાવળ નથી.
નાસા શોધી રહ્યું છે સુરક્ષિત વાપસી પ્લાન
નાસા બંને અંતરિક્ષયાત્રીઓની સુરક્ષિત વાપસી માટે યોજના શોધી રહ્યું છે. રોયટર્સ મુજબ નાસાએ મિશન પર ગયેલા લોકોને તત્કાળ બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં શરણ લેવાનું કહ્યું કારણ કે એક રશિયન ઉપગ્રહ ટુકડામાં ફેરવાઈ ગયો. જેનો કાટમાળ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પાસે આવી ગયો.
વાપસી ડેટ પર ચૂપ્પી સાધી
નાસાના વાણિજ્યિક ચાલક દળ કાર્યક્રમના પ્રબંધક સ્ટીવ સ્ટિચે કહ્યું કે હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે બુચ અને સુની અંતરિક્ષમાં ફસાયેલા નથી. તેમણે વધુમાં કહ્યું કે સ્ટારલાઈનરને 210 દિવસ સુધીના મિશન માટે ડિઝાઈન કરાયેલું છે. એટલે કે જો કોઈ સમસ્યા આવે તો એ રીતે તૈયાર કરાયું છે કે 210 દિવસ સુધી બંને તેમાં રહી શકે છે. જો કે વાપસી ક્યારે થશે તે મામલે હજુ કશું કહ્યું નથી. સુનિતાની સુરક્ષિત વાપસી પર બધાની નજર ટકેલી છે.
શું નાસાને ખબર હતી હિલિયમ લીક?
હવે અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસમાં જે રીતે ફસાયેલા છે. તે મીડિયા રિપોર્ટ્સ મુજબ સ્પેસક્રાફ્ટમાં હિલિયમ લીકના કારણે થઈ રહ્યું છે. આ બધા વચ્ચે આ મામલા સંદર્ભે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવી રહ્યો છે. સીબીએસ ન્યૂઝના રિપોર્ટ મુજબ લોન્ચ માટે સુરક્ષિત ગણવા છતાં નાસા અને બોઈંગ બંને પ્રબંધકોને તેના લીકેજ વિશે ખબર હતી. જો કે તેમણે આ બાબતને મિશનને જોખમી ગણવા માટે ખુબ સામાન્ય ગણી. પરંતુ અંતરિક્ષમાં પહોંચ્યા બાદ ચાર લીક દેખાયા, જેના કારણે અંતરિક્ષ યાત્રીઓની વાપસીમાં રોડો છે.