શું ખરેખર લોહીથી સ્નાન કરે છે રાષ્ટ્રપતિ પુતિન? રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. પુતિન સ્નાન માટે હરણના શિંગડાના લોહીનો ઉપયોગ કરે છે.
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ વચ્ચે બંને દેશના નેતાઓએ પણ ખુબ લોકપ્રિયતા હાસિલ કરી છે. તેવામાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી હોય કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બંને નેતાઓ વિશે અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. તમે જાણીને ચોંકી જશો કે રાષ્ટ્રપતિ પુતિન હરણના લોહીથી સ્નાન કરે છે.
હરણના શિંગડામાંથી નિકળેલા લોહીથી સ્નાન કરે છે પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ જે ઘણા લોકો માટે કઠોર હ્રદયના કદ્દાવર નેતા છે, તેમની સ્નાન કરવાની રીત પણ અનોખી છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ પુતિન હરણના શિંગડામાંથી નિકળતા લોહીથી સ્નાન કરે છે. એક રિપોર્ટ પ્રમાણે પુતિન કેન્સર નિષ્ણાંતની સાથે ઘણીવાર યાત્રાઓ કરી ચુક્યા છે.
રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો
ધ ઈન્ડિપેન્ડેટ પ્રમાણે એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો કે પુતિન હરણના શિંગડામાંથી નિકળતા અર્કથી સ્નાન કરે છે. તેવું કહેવામાં આવે છે કે આ રીતે પુતિનની શારીરિક શક્તિ વધે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે તે દરેક જગ્યાએ પોતાની સાથે એક કેન્સર નિષ્ણાંતને લઈને જાય છે.
આ પણ વાંચોઃ કેરટેકર પ્રધાનમંત્રી માટે રાષ્ટ્રપતિને ઇમરાન ખાને મોકલ્યા બે નામ, શાહબાઝ શરીફે કર્યો ઇનકાર
સ્વાસ્થ્ય માટે છે વધુ એલર્ટ
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પુતિન પોતાના સ્વાસ્થ્યને લઈને વધુ એલર્ટ રહે છે. આ રિપોર્ટ પ્રમાણે પુતિન મોસ્કોની સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલના ડોક્ટરોની સાથે યાત્રાઓ કરે છે. ડોક્ટરની ટીમમાં કેન્સર નિષ્ણાંત એવગેની સેલિવાનોવ પણ સામેલ છે. મહત્વનું છે કે સેલિવાનોવે 35 વખત પુતિનની સાથે વિમાન યાત્રા કરી છે.
આ રીતે કેમ સ્નાન કરે છે પુતિન?
રિપોર્ટમાં એક સૂત્રના હવાલાથી જણાવવામાં આવ્યું કે પુતિન સ્વાસ્થ્યને લઈને સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિના હરણના શિંગડાના લોહીનો ઉપયોગ કરવાથી એન્ટલર બાથ રશિયામાં પણ ફેમસ થઈ ગયું. તેમ માનવામાં આવે છે કે હરણના શિંગડાનું લોહી કાર્ડિયોવેસ્કુલર સિસ્ટમ અને સ્કિનને ફરીથી જીવિત કરે છે. રાષ્ટ્રપતિ બાદ રશિયામાં આવા ઘણા દિગ્ગજ છે જે આ રીતે સ્નાન કરે છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube