નવી દિલ્હી : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બુધવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે થયેલી મુલાકાતમાં પુલવામા આતંકી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. રશિયા-ભારત-ચીનના વિદેશ મંત્રીઓ સાથેની બેઠક ઉપરાંત થયેલી આ મુલાકાતમાં સ્વરાજે કહ્યું કે, હું એવા સમયે ચીન આવી છું, જ્યારે ભારતમાં શોક અને ગુસ્સાનો માહોલ છે. તે જમ્મુ-કાશ્મીરમાં અમારા સુરક્ષા દળોની વિરુદ્ધમાં સૌથી ક્રુર હુમલો છે. તેમણે કહ્યું કે, આ હુમલો પાકિસ્તાન સ્થિત અને સમર્થિત સંગઠન જૈશ-એ-મોહંમદે કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૈશના કેમ્પને નિશાન બનાવ્યા - સુષ્મા
સુષ્મા સ્વરાજે કહ્યું કે, ભારતીય વાયુ સેના તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવી છે, તે એક સૈન્ય અભિયાન ન હતું, આ હુમલામાં કોઈ પણ સંસ્થાને નિશાન બનાવવામાં આવી ન હતી. અમારો હેતુ જેશાના આતંકી કેમ્પને નિશાન બનાવવાનું હતું. તેમણે કહ્યું કે, ભારત પરિસ્થિતિને વધુ બગડા નથી જોવા માંગતુ. તેઓ દરેક જવાબદારી અને સંયમનો સામનો કરશે.


14 ફેબ્રુઆરીના રોજ જૈશે કર્યો હતો આતંકી હુમલો
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના રોજ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં 40 જવાન શહીદ થયા હતા. તો બીજી તરફ, ભારતે મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનની અંદર આતંકવાદી કેમ્પને નષ્ટ કર્યા હતા. 


રશિયા, ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની આ બેઠકમાં હવાઈ હુમલા ઉપરાંત પુલવામા આતંકવાદી હુમલો, પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમદના પ્રમુખ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો મુદ્દે પ્રમુખ રૂપે ઉઠાવવાની આશા છે.