ચીન: વિદેશ મંત્રી સુષમા સ્વરજે બુધવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યીની સાથે થયેલી મુલાકાતમાં જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકી હુમલાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે આ પાકિસ્તાન તરફથી જૈશ-એ-મોહમ્મદના નેતાઓને મળેલી છૂટનું જ પરિણામ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે એક દિવસ પહેલા જ પાકિસ્તાનમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદના એક મહત્વના આતંકી રહેણાકને ઉડાવી દીધું છે. પાકિસ્તાનના નજીકના સહયોગી ચીન જૈશના પ્રમુખ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટેના ભારતના અનેક પ્રયત્નોને નિષ્ફળ કરી ચૂક્યું છે. વાંગ સાથેની સુષમાંની આ બેઠક ખુબ જ મહત્વની સાબિક થઇ શકે છે.


વધુમાં વાંચો...ગભરાયેલા પાક. પીએમ ઈમરાન ખાને કહ્યું, "અમે દરેક મુદ્દે વાટાઘાટો કરવા તૈયાર"


મહત્વનું છે, કે જૈશ-એ-મોહમ્મદનું નામ પહેલાથી જ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં છે. ભારત દ્વાર 2009માં જ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યાર બાદ ભારતે 2016માં અઝહરને પ્રતિબંધિત કરવા માટે પી-3 અમેરિકા, બ્રિટન, અને ફ્રાંસ સાથે સંયુક્ત રાષ્ટ્રની 1267મી સમિતિમાં ફરી એક વાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અઝહર જાન્યુઆરી 2016માં પઠાનકોટ એરબેઝ પર થયેલા હુમલાની જવાબદારી પણ લીધી હતી. ત્યાર બાદ 2017માં પી-3 દેશોએ આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ દરેક વાર અઝહર પરના ભારતના પ્રસ્તાવને ચીન દ્વારા બ્લોક કરવામાં આવ્યો હતો. 


રશિયા-ભારત-ચીનના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી સુષમાં સ્વરાજે કહ્યું, હું એવા સમયમાં ચીન આવી છું જ્યારે ભારતમાં શોક અને ગુસ્સાનો માહોલ છે. આ જમ્મુ-કાશ્મીરમાં અમારા સુરક્ષા દળ પર થયેલો સૌથી મોટો હુમલો છે. વધુમાં તેમમે કહ્યું કે, આ હુમલો પાકિસ્તાન તરફથી મળતા સમર્થિત સંગઠન જૈશ-એ-મોહમ્મગ દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે, કે ભારતના વિદેશમંત્રી સુષમાં સ્વરાજ ત્રણ દિવસીય ભારત-ચીન-રશિયા સાથેની મીટીંગમાં ચીનના પ્રવાસે ગયા છે.