નવી દિલ્હી: વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પોતાના પાકિસ્તાની સમકક્ષ શાહ મહેમૂદ કુરેશી પર ગુગલીવાળી ટિપ્પણીને લઈને શનિવારે આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે આનાથી તેઓ (કુરેશી) બેનકાબ થયા અને જોવા મળ્યું કે પાકિસ્તાનના મનમાં સિખ ભાવનાઓ પ્રત્યે કોઈ સન્માન નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે શ્રેણીબદ્ધ ટ્વિટ કરી, જેમાં તેમણે કહ્યું કે પાકિસ્તાનના શ્રીમાન વિદેશ મંત્રી-નાટકીય રીતે કરવામાં આવેલી 'ગુગલી' ટિપ્પણીઓએ તેમને બેનકાબ કરી દીધા છે. તેનાથી ખબર પડે છે કે તમારા મનમાં સિખ ભાવનાઓ પ્રત્યે કોઈ સન્માન નથી, તમે ફક્ત 'ગુગલી' ફેંકી શકો છો. 


PM મોદીની કૂટનીતિક સફળતા, ઇટાલીનાં બદલે ભારતમાં યોજાશે જી20 સમિટ


તેમણે કહ્યું કે હું તમને જણાવવા માંગુ છું કે અમે તમારી 'ગુગલી'માં ફસાયા નથી. અમારા બે સિખ મંત્રીઓ પવિત્ર ગુરુદ્વારામાં માથું ટેકવા માટે કરતારપુર સાહિબ ગયા હતાં. નોંધનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ગુરુવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન ઈમરાન ખાને કરતારપુર કોરિડોર માટે શિલાન્યાસ કાર્યક્રમમાં ભારત સરકારની હાજરી સુનિશ્ચિત કરવા માટે 'ગુગલી' ફેંકી હતી. 


કુરેશીના નિવેદનના એક દિવસ પહેલા સુષમા સ્વરાજે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વાર્તા બહાલ કરવાની શક્યતાઓ પર પાણી ફેરવતા કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિઓને નહીં રોકે ત્યાં સુધી વાતચીત શક્ય નથી. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...