નવી દિલ્હીઃ આમ તો દિવસમાં 24 કલાક હોય છે. લોકોને 12 કલાક સુધી સૂરજનો તાપ અને બાકી સમય સાંજને રાત્રિનો નજારો જોવા માટે ટેવાયેલા હોય છે. પરંતુ દુનિયમાં કેટલીક એવી જગ્યા છે જ્યાં સૂરજ 70 દિવસ સુધી આથમતો જ નથી. આ જગ્યા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર તો છે જ સાથે સાથે સ્થાનિકો માટે પણ અંચભાથી કમ નથી. અહીંના લોકોને 70 દિવસ સુધી રાત્રિનો સમય જ જોવા નથી મળતો.
 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સ્વીડન (Sweden):
મે મહિનાની શરૂઆતથી ઓગસ્ટ મહિનાના અંત સુધી સ્વીડનમાં અડધી રાત્રે સૂરજ આથમે છે. અને ફરી વહેલી સવારે  4 વાગે સૂર્યોદય થઈ જાય છે. અહીં 6 મહિના સુધી constant sunshineનો પીરિયડ ચાલે છે. સ્વીડનમાં તમે ગોલ્ફિંગ, ફિશિંગ, ટ્રેકિંગ જેવી રોમાંચક પ્રવૃતિઓની મજા માણી શકો છો.

કેનેડા (Nunavut):
Nunavut એવું શહેર છે જ્યાં માત્ર 3 હજાર લોકો વસે છે. આ શહેર કેનેડાના Northwest Territoriesના  Arctic Circleમાં આવે છે. અહીં બે મહિના સુધી 24 કલાક અને સાત દિવસ સૂરજની રોશની જોઈ શકો છો. જ્યારે શિયાળામાં અહીં 30 દિવસ સુધી રાત્રિનો અંધારપટ છવાયેલો રહે છે.


 
અલાસ્કા (Barrow):
મે મહિનાના અંતથી જુલાઈ મહિનાના અંત સુધી અહીં સૂરજ આથમતો જ નથી. જ્યારે નવેમ્બર મહિનાની શરૂઆતથી 30 દિવસ સુધી અહીં સૂર્યોદય નથી થતો. જેને પોલર નાઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિયાળમાં આ સ્થળ અંધારમાં ડૂબેલું રહે છે. અહીં દૂર દૂર સુધી બર્ફથી ઢંકાયેલા પહાડ અને ગ્લેશિયર જોવા મળે છે. પ્રવાસીઓ અહીં ઠંડી અને ગરમીની ઋતુમાં મજા માણવા આવી શકે છે.

નોર્વે (Norway):
આર્કટિક સર્કિલમાં વસેલા નોર્વેને Land of the Midnight Sun પણ કહેવામાં આવે છે. અહીં મે મહિનાથી જુલાઈના અંત સુધીમાં સૂરજ ક્યારે આથમતો નથી. લગભગ 76 દિવસ સુધી અહીં રાત નથી થતી. નોર્વેના Svalbard માં 10 એપ્રિલથી 23 ઓગસ્ટ સુધી સૂરજ આથમતો નથી.

ફિનલૈંડ (Finland):
ફિનલૈંડને હજારો જિલ્લાની ધરતી કહેવામાં આવે છે. અહીં વધારે પડતા ભાગમાં ગરમીની સિઝનમાં 73 દિવસ સુધી સૂરજને જોઈ શકો છો. તો ઠંડીમાં પણ અહીં તમને સૂરજની રોશની નહીં જોવા મળે. એટલે જ અહીં લોકો ગરમીની ઋતુમાં ઓછું ઊંઘે છે અને ઠંડીમાં વધારે ઊંઘે છે. અહીં તમને નોર્દર્ન લાઈટ જોવા મળશે જેમાં તમે સ્કીફંગની મજા માણી શકો છો.