History of Sweet Dish: ભારતના દરેક ઘરમાં બનતા હલવાનું પાકિસ્તાન સાથે શું છે કનેક્શન? જાણો સ્વીટ ડિશની રોચક કહાની
કેટલીક કહાનીઓમાં દાવો કરવામાં આવે છે કે હલવાનો જન્મ ઓટ્ટમાન રજવાડાના માલિક સુલેમાનના કિચનમાં થયો. સન 1520થી 1566 સુધી તેમણે રજવાડા પર રાજ કર્યું. કહેવાય છે કે તેમના કિચનમાં સ્વીટ ડિશ માટે એક અલગ જ સેક્શન રહેતું હતું.
જયેશ જોશી, અમદાવાદઃ હલવો, ભારતમાં ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં આ નામથી કોઈ અજાણ હોય. તેનું નામ સાંભળતાં જ દરેક વ્યક્તિના મોંમાં પાણી આવી જાય છે. ઠંડીઓમાં ગાજરનો હલવો હોય કે પછી ગુરુદ્વારામાં મળતો પ્રસાદ. હલવાની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી. દરેક ભારતીયની ફેવરિટ ડિશ ભારતીય હલવો નથી. ચોંકી ગયા ને. પરંતુ આ હકીકત છે. હલવો ભારતની બહારથી આવ્યો અને હવે જુઓ કેવી રીતે બધાનો ફેવરિટ બની ગયો છે.
7મી સદીમાં પહેલો ઉલ્લેખ:
હલવાનો પહેલો ઉલ્લેખ 7મી સદીમાં મળે છે. તે સમયે તેનો ઉલ્લેખ દૂધ અને ખજૂરની સાથે થતો હતો. પરંતુ 9મી સદીમાં આવતાં-આવતાં તે શબ્દનો ઉપયોગ અનેક પ્રકારી મિઠાઈઓ માટે થવા લાગ્યો હતો. આ મિઠાઈઓમાં સોજી અને લોટની વસ્તુનો પણ સમાવેશ થતો હતો. અલગ-અલગ જગ્યા પર તેને અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. હલવો શબ્દ સન 1840 અને 1850ની વચ્ચે આવ્યો અને રોમાનિયાથી તેને લેવામાં આવ્યો છે.
પર્શિયાના રસ્તે આવ્યો ભારત:
13મી સદીમાં પર્શિયન વ્યંજનોનું અરબી પુસ્તક, કિતાબ-અલ-તાબિખ અને 13મી સદીના સ્પેનના એક ગુમનામ પુસ્તકમાં પણ તેના વિશે માહિતી આપવામાં આવી છે. ઈતિહાસકારોનું માનીએ તો અનેક પુસ્તકોમાં લખવામાં આવ્યું છે કે હલવો અરબથી આવ્યો છે. પરંતુ તેનો પ્રભાવ એ હદે હતો કે આ ડિશ આજે ભારતમાં પોતાનું સ્થાન જમાવી ચૂકી છે. તેની અસરને એ રીતે સમજી શકાય છે કે હલવો બનાવનારાને ભારતમાં હલવાઈ કહેવામાં આવ્યો. ભારતમાં હલવો પર્શિયાના રસ્તે પહોંચ્યો હતો.
16મી સદીમાં આવ્યો ભારત:
કેટલીક કહાનીઓમાં દાવો કરવામાં આવે છે કે હલવાનો જન્મ ઓટ્ટમાન રજવાડાના માલિક સુલેમાનના કિચનમાં થયો. સન 1520થી 1566 સુધી તેમણે રજવાડા પર રાજ કર્યું. કહેવાય છે કે તેમના કિચનમાં સ્વીટ ડિશ માટે એક અલગ જ સેક્શન રહેતું હતું. જેને હેલવાહને કે મિઠાઈ કે પછી કેન્ડી રૂમ કહેવામાં આવતો હતો. ભારતમાં હલવો કેવી રીતે આવ્યો કે કયા સમયમાં પહોંચ્યો, તેના વિશે કહેવું મુશ્કેલ છે. શિકાગોના ઈતિહાસકાર કોલિન ટેલર સેનના જણાવ્યા પ્રમાણે ભારતમાં હલવો લાવવાનો શ્રેય દિલ્લીના સુલ્તાનને આપવામાં આવે છે. સેન ફીસ્ટ્સ એન્ડ ફાસ્ટની લેખિકા છે. અને તેમનું કહેવું છે કે એવામાં 13મી સદીની શરૂઆતથી 16મી સદીની વચ્ચે દિલ્લીની સુલ્તાનનું રાજ હતું. હલવો આ સમયે ભારતમાં આવ્યો હશે.
કરાચી અને કોઝિકોડ પહોંચ્યો હલવો:
કેટલાંક પુસ્તકોમાં જણાવ્યા પ્રમાણે 1500માં માલવાના સુલ્તાન માટે બનનારા વ્યંજનોમાં હલવાનો ઉલ્લેખ મળે છે. ટ્રેડ રૂટ દ્વારા હલવો ભારતમાં આવ્યો અને તે સૌથી પહેલાં કરાચી અને કોઝિકોડ પહોંચ્યો હતો. આજે પણ આ બંને જગ્યાએ ખાસ પ્રકારનો હલવો મળે છે. આજે હલવો ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાન, રશિયા, ઈરાન, યૂક્રેન અને ઈઝરાયલથી લઈને દુનિયાના તમામ દેશોમાં જાણીતો છે.