Syrian Civil War: સીરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. વિદ્રોહીઓએ સીરિયાની રાજધાની દમિશ્ક પર કબજો કરી લીધો છે. દરમિયાન, દેશ છોડીને ભાગી રહેલા રાષ્ટ્રપતિ બશર અલી અસદના વિમાન દુર્ઘટનાના અહેવાલો છે. અસદનો પરિવાર પહેલેથી જ દેશ છોડીને ભાગી ગયો હતો. આ પછી રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગી રહ્યા હતા અને તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. રાષ્ટ્રપતિનું વિમાન ટેકઓફના થોડા સમય બાદ રડારથી ગાયબ થઈ ગયું અને પછી ક્રેશ થઈ ગયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષને શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવા માટે તૈયાર
સીરિયાના વડાપ્રધાન મોહમ્મદ ગાઝી અલ-જલાલીએ કહ્યું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે વિપક્ષને સત્તા સોંપવા માટે તૈયાર છે. જલાલીએ કહ્યું છે કે, "હું મારા ઘરે છું અને ક્યાંય ગયો નથી અને આ એટલા માટે છે કારણ કે હું મારા દેશને પ્રેમ કરું છું." તેમણે એમ પણ કહ્યું કે તેઓ સવારે કામ માટે તેમની ઓફિસ જશે. સાથે તેમણે સીરિયાઈ નાગરિકોને સાર્વજનિક સંપત્તિને નુકસાન ન પહોંચાડવા અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ જોકે રાષ્ટ્રપતિ બશર અલ અસદે દેશ છોડવાના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.


તમને જણાવી દઈએ  કે વિદ્રોહિયોએ સીરિયાની રાજધાની દમિશ્ક પર કબજો કરી લીધો છે. વિદ્રોહી  રાજધાનીની અંદર સુધી ઘૂસી ગયા છે અને ઘણા વિસ્તારોમાં ગોળીબારના અવાજો સંભળાઈ રહ્યા છે. તેની સાથે સીરિયામાં તખ્તાપલટની કોશિશના અહેવાલો આવવા લાગ્યા હતા. તેના પહેલા તેમણે હોમ્સ, અલેપ્પો સહિત દેશના ઘણા મુખ્ય શહેરો પર કબજો કરી લીધો હતો. વિદ્રોહીઓએ  આ દરમિયાન જશ્ન પણ મનાવ્યો હતો.