નવી દિલ્હીઃ Taiwan Earthquake: છેલ્લા 24 કલાકમાં તાઇવાનની ધરતી અનેકવાર ધ્રુજી છે. રવિવારે અહીં ફરી ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ (Richter scale) પર 7.2 માપવામાં આવી છે. હકીકતમાં તાઈવાનથી 85 કિમી પૂર્વમાં બપોરે 12.14 કલાકે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો તાઇવાનના કિનારા પર આવેલા 7.2 તીવ્રતાના ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી જાહેર કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (US Geological Survey) એ કહ્યું, જાપાનને સુનામીની ચેતવણી જાહેર કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં તાઇવાનમાં અલગ-અલગ ભાગમાં 100 વખત ભૂકંપના ઝટકા આવ્યા છે. તો ક્યાંક જમીનના બે ટૂકડા થતા જોવા મળ્યા અને પૂલ ધરાશાયી થયા છે. 


આ પણ વાંચોઃ આવતીકાલે બ્રિટનની મહારાણીના થશે શાહી અંતિમ સંસ્કાર, જાણો કેવી કરાઈ છે તૈયારીઓ


શનિવારે પણ અહીં ભારે ભૂકંપના ઝટકા આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી. એજન્સીએ કહ્યું કે ભૂકંપને કારણે ઘરોને નુકસાન પહોંચ્યું છે તો રેલવે સેવા પર પણ અસર થઈ છે. 


હાઈ-સ્પીડ રેલ સેવાઓ રદ્દ
એજન્સીએ જણાવ્યું કે ભૂકંપ બાદ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપમાં કોઈ મોટી દુર્ઘટના થવાનું સામે આવ્યું નથી. તેમણે જણાવ્યું કે ભૂકંપને કારણે દક્ષિણી કાઓશુંગ શહેર (Kaohsiung City) માં મેટ્રો સિસ્ટમ ઘણા સમય સુધી પ્રભાવિત રહી હતી. તાઇવાન તંત્રએ હુલિએન અને તાઇતુંગને જોડનાર ટ્રોનેને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. સાથે અનેક હાઈ સ્પીડ રેલ સેવાને પણ બંધ કરવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર તાઇતુંગ કાઉન્ટીની ઉત્તરમાં દર્શાવવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube