કાબુલઃ અફઘાનિસ્તાનમાં બે દાયકાથી ચાલી રહેલા જંગમાંથી અમેરિકી સૈનિકોની વાપસી સાથે તાલિબાને આતંક મચાવવાનું શરૂ કરી દીધુ છે. અફઘાનિસ્તાનમાં રાજ કરવાના પ્રયાસમાં લાગેલા તાલિબાને દેશના દક્ષિણી ભાગ પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું અને ધીમે-ધીમે કાબુલ તરફ આગળ વધી રહ્યું છે. આ વચ્ચે તાલિબાની પ્રવક્તાએ દુનિયાને વિશ્વાસ અપાવ્યો કે તેના લડાકા કોઈપણ એસેમ્બલી અને રાજદૂતોને નિશાન બનાવશે નહીં. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહૈલ શાહીને અફઘાનિસ્તાનમાં ભારતના કામોની પ્રશંસા કરી છે, પરંતુ તેનાના રૂપમાં ભારતની એન્ટ્રીને લઈને ચેતવણી આપી છે. એટલું જ નહીં ભારતીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાતની ખબરો અને પાકિસ્તાની આતંકી સંગઠનો સાથે પોતાના સંબંધો વિશે વાત કરી છે. તો આવો જાણીએ તાલિબાને ક્યા મુદ્દા પર શું પ્રતિક્રિયા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂતાવાસો અને રાજદ્વારીઓને કોઈ ખતરો નહીં
વિભિન્ન દેશો દ્વારા દૂતાવાસોને ખાલી કરાવવા અને પોતાના રાજદ્વારીઓને પરત બોલાવવા જેવા સમાચારો વચ્ચે તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહૈલ શાહીને એએનઆઈને જણાવ્યું કે, અમારા તરફથી દૂતાવાસો અને રાજદ્વારીઓને કોઈ ખતરો નથી. અમે કોઈ દૂતાવાસ કે રાજદ્વારીઓને નિશાન બનાવશું નહીં. અમે અમારા નિવેદનોમાં પણ આ વાત કહી છે. આ અમારી પ્રતિબદ્ધતા છે. 


અફઘાનિસ્તાનની સ્થિતિ નિયંત્રણ બહાર, UN ચીફ એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી


તાલિબાન અને ભારત વચ્ચે થઈ બેઠક?
તાલિબાનની સાથે ભારતની બેઠકના સવાલ પર પ્રવક્તાએ કહ્યુ કે, ભારતીય પ્રતિનિધિમંડળના અમારા પ્રતિનિધિમંડળ સાથે મુલાકાતના સમાચારો હતા, પરંતુ હું તેની પુષ્ટિ ન કરી શકુ. મારી જાણકારી અનુસાર બેઠક થઈ નથી, પરંતુ કાલે દોહામાં અમારી એક બેઠક હતી, જેમાં એક ભારતીય પ્રતિનિધિમંડળે પણ ભાગ લીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube