કાબુલઃ અફઘાનિસ્તાનમાં નવી સરકારની જાહેરાતના એક દિવસ બાદ તાલિબાનનો અસલી ચહેરો ફરી દુનિયાની સામે આવ્યો છે. નવી સરકાર બન્યા બાદ તાલિબાને બુધવારે કાબુલમાં એક દૈનિક સમાચાર પત્ર એટિલાટ્રોજના પાંચ પત્રકારોની ધરપકડ કરી છે. પાંચ પત્રકારોની ધરપકડની જાણકારી ખુદ એટિલાટ્રોજના એડિટર ઇન ચીફ જકી દરિયાબીએ શેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોલો ન્યૂઝે ટ્વીટ કર્યું 'કાબુલના એક દૈનિક સમાચાર પત્ર એટિલાટ્રોજના પાંચ પત્રકારોની તાલિબાને ધરપકડ કરી છે. સમાચાર પત્રના એડિટર ઇન ચીફ જકી દરયાબીએ બુધવારે માહિતી આપી છે. કાબુલ પર કબજો કર્યા બાદ અને નવી સરકારની રચના પહેલા તાલિબાને આંતરરાષ્ટ્રીય સંગઠનોને વિશ્વાસ અપાવ્યો હતો કે તે પત્રકારોના અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કરશે.'


આ પણ વાંચોઃ આર્કટિક ક્ષેત્રમાં અભ્યાસ દરમિયાન કેમેરામેનને બચાવવા જતા રશિયાના ઇમરજન્સી મંત્રી યેવગેની જિનિચેવનું મોત


બધા દેશોના મીડિયા કર્મીઓની સુરક્ષાની અપીલ
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર નિષ્ણાંતોના એક સમૂહે બધા દેશોથી અફઘાન પત્રકારો અને મીડિયાકર્મીઓને તત્કાલ સુરક્ષા પ્રદાન કરવાનું આહ્વાન કર્યુ હતુ, જેને યુદ્ધગ્રસ્ત દેશમાં ખતરો રહે છે અને હેરાનગતીનો સામનો કરવો પડે છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર વિ સેષ પ્રક્રિયાઓએ સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાંતોના હવાલાથી કહ્યુ- પત્રકાર અને મીડિયાકર્મી, વિશેષ રૂપથી મહિલાઓ, તાલિબાન તરફથી અફઘાનિસ્તાનના રાજકીય અધિગ્રહણ બાદ જોખમનો સામનો કરી રહ્યાં છે. 


નવી સરકારમાં અનેક કટ્ટરપંથી સામેલ
મહત્વનું છે કે તાલિબાને મંગળવારે અફઘાનિસ્તાન માટે નવી સરકારની જાહેરાત કરી હતી. નવી સરકારમાં અનેક કટ્ટરપંથીઓને સામેલ કરવામાં આવ્યા છે. સરકારમાં એવા ઘણા ચહેરા છે જે અમેરિકાના નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધ વિરુદ્ધ 20 વર્ષની લડાઈ પર નજર રાખી છે. અફઘાનિસ્તાનની નવી સરકારમાં મુલ્લા મુહમ્મદ હસન અખુંદને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે મુલ્લા અબ્દુલ ગની બરાદર અને મોલવી અબ્દુલ સલામ હનફીને ડેપ્યુટી પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube