પ્રથમવાર તાલિબાનના નિર્ણયની ટીકા કરી રહ્યું છે પાકિસ્તાન, આ મુદ્દા પર વ્યક્ત કર્યો વિરોધ
ચૌધરીએ કહ્યુ કે, મહિલાઓ એકલી યાત્રા ન કરી શકે, કે સ્કૂલ કે કોલેજમાં એકલી ન જઈ શકે, આ પ્રકારની પતનશીલ વિચાર પાકિસ્તાન માટે ખતરો છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ સોમવારે અફઘાનિસ્તાનમાં જાહેર સ્થળો પર મહિલાઓના એકલી યાત્રા કરવા પર પ્રતિબંધ લગાવવાને લઈને તાલિબાનના નિર્ણયની ટીકા કરી છે. હકીકતમાં તાલિબાને રવિવારે કહ્યું કે, લાંબા અંતરની યાત્રા કરનારી મહિલાઓને ત્યાં સુધી યાત્રાનું ન કહેવામાં આવે જ્યાં સુધી તેની સાથે કોઈ નજીકનો પુરૂષ કે સંબંધી ન હોય.
ચૌધરીએ કહ્યુ કે, મહિલાઓ એકલી યાત્રા ન કરી શકે, કે સ્કૂલ કે કોલેજમાં એકલી ન જઈ શકે, આ પ્રકારની પતનશીલ વિચાર પાકિસ્તાન માટે ખતરો છે. 15 ઓગસ્ટથી અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો છે. કટ્ટરપંથી આતંકવાદી સમૂહે ત્યાંની સરકારને હટાવી સત્તા પર કબજો કર્યો છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીની સરકાર અને તેઓ દેશમાંથી ભાગી ગયા છે અને યૂએઈમાં શરણમાં છે.
આ પણ વાંચોઃ ઓમિક્રોનનું આ છે સૌથી પહેલું લક્ષણ, જેની તમે આ રીતે કરી શકો છો ઓળખ, ખાસ જાણો
તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં મહિલાઓએ અનેક પ્રકારના પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. ચૌધરીએ કહ્યુ કે, પાકિસ્તાનને પ્રગતિશીલતાનો પોતાનો માર્ગ બનાવવો જોઈએ. તેમણે મોહમ્મદ અલી જિન્નાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે, તેમણે અલ્પસંખ્યકોના અધિકારીની રક્ષા અને તેમની સુરક્ષા માટે પાકિસ્તાન બનાવ્યું હતું.
ફવાદ ચૌધરીએ તે પણ કહ્યુ કે જિન્ના ક્યારેય ઈચ્છતા નહોતા કે પાકિસ્તાન એક ધાર્મિક રાજ્ય બને અને તેમની જીવનશૈલી તે લોકો સાથે મેચ નથી થતી જે આજે પણ પાકિસ્તાનને એક પછાત દેશ બનાવવા માટે તેમના નામનો ઉપયોગ કરે છે. ચૌધરીએ કહ્યુ કે, વર્તમાન પાકિસ્તાન જિન્ના અને કવિ ઉલ્લમા મુહમ્મદ ઇક્બાલના વિચારથી અલગ છે કારણ કે તે પ્રતિગામી વિચારસરણીની ઉપજ હતી જે પાછળથી સામે આવી અને પાકિસ્તાનના પતન તરફ દોરી ગઈ. આ લડાઈ (પ્રતિગામી વિચારસરણી સામે) પાકિસ્તાનના અસ્તિત્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે જીતીને જ આપણે અથવા અન્ય કોઈ દેશ આગળ વધી શકીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube