કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાન (Taliban) ની સત્તા આવતાં જ ક્રૂરતા શરૂ થઇ ગઇ છે. હવે તાલિબાનની વધુ એક ક્રૂર હરકત સામે આવી છે. તાલિબાન લડાકુઓએ અફઘાનિસ્તાની જૂનિયર નેશનલ વોલીબોલ મહિલા ખેલાડીનું માથું વાઢી નાખ્યું છે. ફૂટબોલ ટીમના કોચના હવાલેથી સમાચાર પ્રાપ્ત થયા છે કે મજબીન હાકીમી (Mahjabeen Hakimi) અફઘાનિસ્તાનની જૂનિયર મહિલા વોલીબોલ ટીમમાં રમતી હતી, ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં તેનું માથું વાઢીને હત્યા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવારને વાત ન કરવાની આપી ધમકી
એક ઇન્ટરવ્યુંમાં અફઘાન મહિલા વોલીબોલ નેશનલ ટીમની કોચએ મહજબીનનું માથું વાઢીને હત્યા કરવાની પુષ્ટિ કરી છે પરંતુ કોઇને પણ આ નિર્મમ હત્યા વિશે ખબર ન પડી કારણ કે તાલિબનના લડાકુઓએ ખેલાડીના પરિવારને આ વિશે વાત ન કરવાની ધમકી આપી હતી.મહજબીન, અશરફ ગની સરકારના પતન પહેલા કાબુલ નગર પાલિકા વોલીબોલ ક્લબ માટે રમી હતી, અને કલબના સ્ટાર ખેલાડીઓમાંથી એક હતી. થોડા દિવસો પહેલાં તેના કાપેલા માથા અને લોહીથી લથબથ ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. 

6,6,6,6,6,6,6,6, એક જ ઓવરમાં ફટકારી 8 સિક્સર, આ બેટરે ફટકાર્યા 50 રન


મહિલાઓને રમવા પર છે પ્રતિબંધ
અફઘાનિસ્તાનમાં 2018 સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન દ્વારા મોટાભાગે અલ્પસંખ્યકોની વસ્તીને ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે. તેમાં પણ જેમાંથી વધુ હજારા જાતિના લોકો પર હુમલા થયા. અફઘાન મહિલા રાષ્ટ્રીય વોલીબોલ ટીમની કોચએ કહ્યું કે ઓગસ્ટમાં તાલિબાનના કંટ્રોલ પહેલાં ટીમના કેટલાક ખેલાડી દેશથી ભાગવામાં સફળ રહ્યા.  


તાલિબાનના સત્તામાં આવ્યા બાદ રમતો, ખાસકરીને મહિલાઓની રમત પર કડક પ્રતિબંધો લગાવવનું શરૂ કરી દીધું છે. દેશમાં ઘણી મહિલા ખેલાડી બચી છે, મોટાભાગની મહિલા ખેલાડી દેશમાંથી બહાર નિકળી ચૂકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube