કાબુલ: તાલિબાન (Taliban) એ અફઘાનિસ્તાન (Afghanistan) માં એકમાત્ર આઝાદ બચેલા પંજશીર પ્રાંત (Panjshir Valley) પર કબજાનો દાવો કર્યો છે. તાલિબાનનું કહેવું છે કે તેને ઘમાસાણ લડાઇ બાદ પંજશીર ઘાટી પર સત્તાવાર કબજો જમાવી લીધો છે. આ ખુશીમાં તાલિબાનના લડાકુઓએ હવામાં ફાયરિંગ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાઝિકિસ્તાન જતા રહ્યા અમરૂલ્લા સાલેહ?
કેટલાક મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે કે અમરૂલ્લાહ સાલેહ (Amrullah Saleh) તાઝિકિસ્તાન જતા રહ્યા છે. જો તાલિબાન (Taliban) નો દાવો સાચો નિકળ્યો તો તેનો અર્થ સમગ્ર અફઘાનિસ્તાન હવે તેમના આધીન થઇ ગયું છે. તાલિબાન પોતાની સરકારમાં પણ આ વિસ્તાર પર કબજો કરી શક્યું નથી. 


જોકે તાલિબાનના આ દાવાઓને અમરૂલ્લા સાલેહ (Amrullah Saleh) એ ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે અત્યારે પણ પંજશીર ઘાટી (Panjshir Valley) માં પોતાના રાજકીય નેતાઓ અને સૈન્ય કમાંડરોની સાથે હાજર છે. તેમણે કહ્યું કે સ્થિતિ વિકટ છે. બંને તરફથી ભારે નુકસાન થયું છે. 


હજુ પણ આઝાદ છે પંજશીર?
તો બીજી તરફ તાલિબાની (Taliban) હુકુમતનો વિરોધ કરી રહેલા નેશનલ રેજિંસ્ટેંટ ફોર્સ (NRF) કહ્યું કે પંજશીર (Panjshir Valley) હજુ પણ આઝાદ છે અને તેના પર તાલિબાન કબજો કરી શક્યું નથી. NRF એ કહ્યું કે વિસ્તારમાં હજુ પણ લડાઇ ચાલુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube