કાબુલ: અમેરિકા દ્વારા કાબુલમાં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ પર કરાયેલા હુમલાથી તાલિબાન ભડકી ગયું છે. તાલિબાને તાજા હુમલાની ટીકા કરતા કહ્યું કે અમેરિકાએ તેને કાર્યવાહી અંગે જાણકારી આપવી જોઈતી હતી. અત્રે જણાવવાનું કે કાબુલ એરપોર્ટ પર થયેલા ધડાકા બાદથી અમેરિકા ISIS ને નિશાન બનાવી રહ્યું છે. સોમવારે કાબુલમાં અનેક જગ્યાએ રોકેટ છોડવામાં આવ્યા. આ અગાઉ રવિવારે યુએસે વિસ્ફટકો લાદેલા વાહન પર ડ્રોન હુમલો કર્યો. અમેરિકાનું કહેવું છે કે આત્મઘાતી ટુકડી કાબુલ એરપોર્ટ પર એટેક કરવા જઈ રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા અમેરિકાએ આપ્યો હતો આ તર્ક
ઈરાનના સ્ટેટ મીડિયા PTV બ્રેકિંગના રિપોર્ટ મુજબ તાલિબાને અમેરિકાના હુમલાની ટીકા કરી છે. તેનું કહેવું છે કે યુએસ કોઈ પણ જાણકારી આપ્યા વગર કાબુલમાં હુમલા કરી રહ્યું છે. જો કે તાલિબાનની પ્રતિક્રિયા પર અમેરિકાનું કોઈ નિવેદન આવ્યું નથી. આ અગાઉ અમેરિકાએ કહ્યું હતું કે કાબુલમાં ISIS ના આતંકીઓને એટલા માટે નિશાન બનાવવામાં આવ્યા કારણ કે તેઓ એરપોર્ટ પર હુમલો કરવા જઈ રહ્યા હતા જ્યાં તેમના અનેક સૈનિકો હાજર છે. 


Taliban એ આખરે ભારત વિશે આપી દીધુ મોટું નિવેદન, પાકિસ્તાન-ચીનના તમામ ધમપછાડા એળે ગયા


એરપોર્ટ તરફ ઓછામાં ઓછા 5 રોકેટ છોડવામાં આવ્યા. પરંતુ મિસાઈલ સિસ્ટમે આ હુમલો નિષ્ફળ કર્યો. એક અમેરિકી અધિકારીના હવાલે રોયટર્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે. અત્રે જણાવવાનું કે અમેરિકાએ મંગળવાર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી પોતાનું મિશન પૂરું કરવાનું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube