તાલિબાને સમાપ્ત કર્યો આંશિક યુદ્ધ વિરામ, શું અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રયાસને લાગશે ઝટકો?
તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે કહ્યું, `હિંસામાં ઘટાડો... હવે પૂરો થઈ ગયો છે અને અમારૂ અભિયાન સામાન્ય રૂપથી જારી રહેશે.`
કાબુલઃ તાલિબાને કહ્યું કે, તે આંશિક યુદ્ધવિરામ ખતમ કરવાની સાથે અફઘાન સુરક્ષા દળો વિરુદ્ધ આક્રમક અભિયાન ફરી શરૂ કરવા જઈ રહ્યું છે. આ આંશિક યુદ્ધવિરામની જાહેરાત ઉગ્રવાદીઓ અને વોશિંગ્ટન વચ્ચે સમજુતી પર સહી થતાં પહેલા થઈ હતી. પરંતુ જે રીતે તાલિબાને આંશિક યુદ્ધ વિરામ ખતમ કરવાની વાત કહી છે તેનાથી સવાલ ઉઠી રહ્યાં છે કે શું અફઘાનિસ્તાનમાં શાંતિ સમજુતીને ઝટકો લાગી શકે છે?
તાલિબાને આંશિક યુદ્ધ વિરામ સમાપ્ત કર્યું
તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે કહ્યું, 'હિંસામાં ઘટાડો... હવે પૂરો થઈ ગયો છે અને અમારૂ અભિયાન સામાન્ય રૂપથી જારી રહેશે.' તેમણે કહ્યું, 'અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી સમજુતી પ્રમાણે, અમારા ઉગ્રવાદીઓ વિદેશી દળો પર હુમલો નહીં કરશે પરંતુ કાબુલ તંત્ર વાળી સેના વિરુદ્ધ અમારૂ અભિયાન જારી રહેશે.'
અફઘાન સેના વિરુદ્ધ તાલિબાન શરૂ કરશે અભિયાન
મહત્વનું છે કે પાછલા શનિવારે અફઘાન તાલિબાન અને અમેરિકા વચ્ચે કતરના દોહામાં સમજુતી પર સહી કરી હતી. આ રીતે તે નક્કી થયું છે કે વિદેશી સેના તબક્કાવાર રીતે આગામી 14 મહિનામાં અફઘાનિસ્તાન છોડી દેશે. બદલામાં તાલિબાન અફઘાન ધરતીનો ઉપયોગ કોઈ આતંકી ગતિવિધિમાં થવા દેશે નહીં, સાથે તાલિબાનના સહયોગથી અલકાયદા તથા ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠનોમાં નવી ભરતીઓ અને તેના માટે નાણા ભેગા કરવા પર લગામ લગાવવામાં આવશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube