કાબુલઃ અમેરિકી સેનાની અફઘાનિસ્તાનમાંથી વાપસી બાદથી તાલિબાને તોફાન મચાલ્યું છે. સ્થિતિ એવી છે કે હવે તાલિબાને પાકિસ્તાનની સરહદે આવેલા મહત્વના રણનીતિક પોઈન્ટ બોલ્ડાક પર પોતાનું નિયંત્રણ હોવાની જાહેરાત કરી છે. આ વચ્ચે પાકિસ્તાની સરહદની પાસે તાલિબાન આતંકીઓના હાથમાં ત્રણ અબજ પાકિસ્તાની રૂપિયાનો ખજાનો આવી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં પાકિસ્તાનની જીયો ટીવીના એક રિપોર્ટ પ્રમામે તાલિબાનના એક પ્રવક્તાએ જણાવ્યું આ આ ગટના કંધાર જિલ્લાના બોલ્ડાકમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર ક્રોસિંગ પર બનેલી ચેક પોસ્ટની છે. જાણવા મળ્યું છે કે આ પૈસા અફઘાન સેના છોડીને ભાગી ગઈ, જેના પર હવે તાલિબાનનો કબજો થઈ ગયો છે. 


રિપોર્ટમાં તે વાતનો પણ ઉલ્લેખ છે કે આ બધુ ત્યારે થયું જ્યારે તાલિબાનીઓને પોતાની તરફ આવતા જોઈ અફઘાનિસ્તાનની સેના ચેક પોસ્ટ છોડી ભાગી ગઈ હતી. તાલિબાને કંધાર પ્રાંતમાં આવેલા ગામ વેશ પર કબજે કરી લીધો છે. આ સ્પિન બોલ્ડાક અને ચમન તથા કંધાર વચ્ચે સ્થિત મહત્વપૂર્ણ રસ્તા પર કબજો થયા બાદ ત્યાંનો કસ્ટમ વિભાગ પણ તાલિબાનના કબજામાં આવી ગયો છે. 


આ પણ વાંચોઃ WHO એ સ્વીકાર્યું, દુનિયામાં આવી ચુકી છે કોરોનાની ત્રીજી લહેર, ડેલ્ટા વેરિએન્ટને ગણાવ્યો ખતરનાક


એટલું જ નહીં પાકિસ્તાનના સુરક્ષા દળોએ પણ આ સ્થાન પર તાલિબાની કબજાની પુષ્ટિ કરી છે. ચોકી પર કબજો કરતા તાલિબાને અફઘાનિસ્તાનનો ઝંડો હટાવ્યો અને પોતાનો ઝંડો લગાવી દીધો છે. આ ચોકીને રણનીતિક દ્રષ્ટિએ ખુબ મહત્વની માનવામાં આવે છે. અહીંથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદને સરળતાથી ક્રોસ કરી શકાય છે.


આ ઘટના બાદ અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે નિવેદન જારી કરી કહ્યુ કે, તે આ મામલા પર નજર રાખી રહ્યું છે. તો તાલિબાનના આતંકી અફઘાનિસ્તાનમાં પોતાનું વર્ચસ્વ વધારી રહ્યાં છે. તાલિબાની આતંકીઓ અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોને પોતાના કબજામાં લઈ રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube