નવી દિલ્હી: અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ભારતને કોમર્શિયલ ફ્લાઈટ્સ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ઈસ્લામિક અમીરાતે DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય) ને પત્ર લખીને કાબુલ માટે કોમર્શિયલ ફ્લાઈટ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) આ પત્રની સમીક્ષા કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ભારતે 15 ઓગસ્ટ બાદ કાબુલ માટે તમામ કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન બંધ કરી દીધુ હતું. ત્યાંથી ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે બચાવ મિશન હેઠળ ફક્ત કેટલાક વિશેષ વિમાનોને જ કાબુલ એરપોર્ટ જવાની મંજૂરી મળી હતી. 


આંતરરાષ્ટ્રીય ઉડાણો ઉપર પણ રોક વધી
આ બાજુ DGCA એ કોરોના વાયરસના વધતા કેસ જોતા શેડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ્સ (Scheduled International Commercial Flights) પર પ્રતિંબધ 31 ઓક્ટોબર સુધી વધારવાનો નિર્ણય લીધો છે. બુધવારે બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશનમાં ડીજીસીએએ જણાવ્યું કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ- કાર્ગો સંચાલન અને વિશેષ રીતે નિયામક દ્વારા અનુમોદિત ઉડાણો પર લાગૂ થશે નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube