નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) માં હાલાત સુધરવાની જગ્યાએ બગડી રહ્યા છે. તાલિબાનના  આતંકીઓ રાજધાની કાબુલ નજીક પહોંચી ગયા છે. તાજી જાણકારી મુજબ તાલિબાને રાજધાની કાબુલ પાસે વ્યુહાત્મક દ્રષ્ટિથી ખુબ જ મહત્વના એવા ગજની પર કબ્જો જમાવ્યો અને હવે હેરાત ઉપર પણ કબજો જમાવ્યો છે. હેરાત અફઘાનિસ્તાનનું ત્રીજુ સૌથી મોટું શહેર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અફઘાનિસ્તાનની સિક્યુરિટી ફોર્સિસ અને પ્રશાસન કબજાવાળા સ્થાનથી પાછળ હટી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનાની વાપસીને હજુ ગણતરીના અઠવાડિયા થયા છે અને આટલા ઓછા સમયમાં તાલિબાને હાહાકાર મચાવી દીધો છે. એવો દાવો થઈ રહ્યો છે કે તાલિબાને અફઘાનિસ્તાનના 60 ટકાથી વધુ હિસ્સાને પોતાના નિયંત્રણમાં લઈ લીધો છે. 


આગામી 90 દિવસમાં કાબુલ પર કબજો કરી લેશે તાલિબાન, અમેરિકી એજન્સીની ચેતવણી


ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ મુજબ ગજની કાબુલથી 130 કિમી દૂર છે. અહીં તાલિબાનના આતંકીઓએ ઈસ્લામિક નિશાનવાળા શ્વેત ઝંડા લહેરાવ્યા છે. તાલિબાન તરફથી કેટલાક ઓનલાઈન વીડિયો અને તસવીરો શેર કરાઈ છે જેમાં તેના આતંકીઓ ગજની પ્રાંતની રાજધાની ગજનીમાં જોવા મળે છે. ગજની પર તાલિબાનનો કબજો અફઘાનિસ્તાન માટે મોટો ઝટકો છે. કાબુલ-કંધારને જોડનારો હાઈવે ગજનીમાંથી પસાર થાય છે. જેના કારણે કાબુલ દક્ષિણી પ્રાંતો સાથે જોડાયેલું રહે છે. 


Weird Addiction: કાર સાથે સેક્સ? પતિની રાખ ખાય છે આ યુવતી...આ વિચિત્ર લતો વિશે જાણીને માથું ભમી જશે


અમેરિકાએ કહ્યું-પોતે જાતે કરે પોતાનો બચાવ અફઘાન
અમેરિકાએ તો હવે સ્પષ્ટપણે કહી દીધુ છે કે તાલિબાનના આતંક છતાં તેનો સેના વાપસીનો નિર્ણય બદલાવવાનો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને નિવેદનમાં પહેલા જ કહી દીધુ કે અફઘાનિસ્તાને પોતે જ તાલિબાન વિરુદ્ધ લડત લડવી પડશે. જો કે અમેરિકી એરફોર્સ એર સ્ટ્રાઈક્સ કરીને અફઘાનિસ્તાનની મદદ કરતી રહેશે. બાઈડેન પ્રશાસને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અફઘાન રાષ્ટ્રીય દળોની પાસે તાલિબાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી માટે ક્ષમતા અને હથિયાર છે. એ પણ કહેવાયું કે અમેરિકાએ બે દાયકાઓ સુધી અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સેનાને ટ્રેનિંગ આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube